આતંકવાદીની સમસ્યાથી પરેશાન જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી ભારતીય સૈનિકોને સફળતા મળી છે. જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ભારતીય સૈનિકોએ એક આતંકીને ઠાર માર્યો છે. મળેલી જાણકારી અનુસાર, શોપિયામાં આતંકીઓ છુપાયેલા હોવાની સુચના મળતા જ સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જ એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. જેમાં ભારતીય સૈનિકોને જૈશ-એ-મહમ્મદએ એક આતંકીને ઠાર માર્યો છે.
માર્યા ગયેલા આતંકીની ઓળખ કામરાન ભાઇ ઉર્ફ હનીસના રૂપે કરવામાં આવી છે. હનીશ જૈશ-એ- મહમ્મદથી જોડાયેલો હતો. છેલ્લા કેટલાક દિવસથી કુલગામ અને શોપિયામાં તે એક્ટિવ હતો. તેમની મોતથી ભારતીય સૈનિકોને એક મોટી સફળતા મળી છે. કાશ્મીરના એડીજીપીએ હનીસની મૃત્યુની ખાતરી કરી છે.
- Advertisement -
J&K | Encounter has started at Kapren area of Shopian. Police and Army are on the job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) November 11, 2022
- Advertisement -
શોપિયાનાં કૈપરિન વિસ્તારમાં માર્યો ગયો જૈશ-એ-મહોમ્મદનો આતંકી
આતંકીના માર્યા ગયા પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશ ચાલુ છે. જમ્મૂ- કાશ્મીરના શોપિયામાં કૈપરિન વિસ્તારમાં આતંકવાદીની હાજરીની સૂચના મળ્યા પછી ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીઓ ચલાવ્યા પછી સૈનિકોએ તેમની સામે જવાબ આપતા કાર્યવાહી કરી હતી, ત્યાર પછી એન્કાઉન્ટર થયું.
J&K | Encounter has started at Kapren area of Shopian. Police and Army are on the job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) November 11, 2022
એક નવેમ્બરના રોજ બે એન્કાઉન્ટમાં 4 આતંકી માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 1 નવેમ્બરના રોજ જમ્મૂ- કાશ્મીરના પુલવામા અને અનંતનાગ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરની ઘટનાઓ સામે આવી હતી. આ બંન્ને જગ્યાઓ પર એન્કાઉન્ટરમાં સૈનિકોએ 4 આતંકવાદીએને ઠાર માર્યો હતા. આ અભિયાનમાં સેનાની સાથે- સાથે જમ્મૂ-કાશ્મીરની પોલીસ પણ સામેલ હતી.