નાઈન અવર્સ વેબસિરિઝ નવ કલાકના દિલધડક અનુભવ જેવી છે
…એક દિવસ રોલકોલના પ્રોટોકોલ પછી જેલનો કચરો લેવા આવેલા ટેમ્પોમાં કચરાના પીપમાં છૂપાઈને ત્રણ કેદી ફરાર થઈ જાય છે, તેમનો ટાર્ગેટ એકદમ રોમાંચક છે, ત્રણેય કદી (બહારના સાથીદારો સાથે મળીને) એક-એક બેન્ક લૂંટવાના છે અને એ લૂંટ આટોપીને નવ કલાક પછી જેલમાં બીજો રોલકોલ (હાજરી) લેવાય એ પહેલાં તેઓએ જેલમાં પહોંચી જવાનું છે
- Advertisement -
સૌથી પહેલાં તો માનસિક રીતે 198પનું વરસ તાજું કરી લો કારણકે ત્યારે ન તો મોબાઈલ ફોન હતા, ન સીસી ટીવી કેમેરા. ન તો આધુનિક ટેકનોલોજી વિક્સેલી કે ન તો આજ જેવા કડક કાયદાની અમલવારી હતી. એ જમાનામાં તો આપણે વિમાનમાં બેસવા જતાં પરિચિતોને થોડાંક જ ફૂટના અંતરે ઊભા રહીને બાય-બાય કરી શક્તા અને બેધડક એરર્પોટ કે પ્રસિદ્ધ તીર્થસ્થળોએ સિક્યિોરીટી ચેક વગર આવ-જા કરી શક્તા હતા અને…
નાઈન અવર્સ એ સમયકાલની વાત કરે છે એટલે બધું કલ્પનાતીત લાગે પણ વાસ્તવમાં એવું જ હતું. થોડીક બુધ્ધિચાતુરી હોય તો જેલમાંથી છટકી જવું પણ સરળ હતું. આંધ્રપ્રદેશની આવી જ એક જેલની વાતથી ઉઘાડ પામતી નાઈન અવર્સ (નવ કલાક) વેબસિરિઝમાં ખરેખર નવ કલાકની જ વાત છે અને નવ એપિસોડમાં જ એ પૂરી થાય છે. જેલ પ્રોટોકોલ પ્રમાણે વહેલી સવારે બેરેકમાંથી બહાર આવેલા કેદીઓ માટે રોલકોલ (હાજરી) લેવામાં આવે છે અને બાર કલાક પછી ફરી એ કેદીઓને બેરેકમાં જમા કરતાં પહેલાં પણ રોલકોલ ભરવામાં આવે છે…
એક દિવસ આવા જ રોલકોલના પ્રોટોકોલ પછી જેલનો કચરો લેવા આવેલા ટેમ્પોમાં કચરાના પીપમાં છૂપાઈને ત્રણ કેદી ફરાર થઈ જાય છે. તેમનો ટાર્ગેટ એકદમ રોમાંચક છે. ત્રણેય કદી (બહારના સાથીદારો સાથે મળીને) એક-એક બેન્ક લૂંટવાના છે અને એ લૂંટ આટોપીને નવ કલાક પછી જેલમાં બીજો રોલકોલ (હાજરી) લેવાય એ પહેલાં તેઓએ જેલમાં પહોંચી જવાનું છે.વિચાર એકદમ એક્સાઈટીંગ અને થ્રિલીંગ છે.
- Advertisement -
ત્રણ પૈકીના બે કેદીઓની ટૂકડી તો પોલીસ પહોંચે એ પહેલાં બેન્ક લૂંટીને છટકી જાય છે પરંતુ એક ટૂકડી બેન્કમાં ફસાઈ જાય છે. પોલીસ એ બેન્કને ઘેરી વળે છે એટલે બેન્ક લૂંટનારાઓએ બેન્ક કર્મચારી અને ગ્રાહકોને નાછૂટકે બાન માં લેવા પડે છે… નાઈન અવર્સ મૂળ તેલુગુમાં બનેલી વેબસિરિઝ છે પણ તેને હિન્દી સહિત પાંચ ભાષામાં ડબ કરીને હોટસ્ટાર ઓટીટી પ્લેટફોર્મ પર મૂક્વામાં આવી છે. એકચ્યુલી, આ વેબસિરિઝ તેલુગુ લેખક ટોમીધી ઘંટાલુની નોવેલનું એડોપ્શન છે. નોવેલ કે વેબસિરિઝની થીમ એક હાર્ડકોર થ્રિલરની આશા જન્માવે છે પરંતુ ક્યાંક ક્યાંક એ કંટાળાજનક બની જાય છે છતાં… અંતમાં શું થાય છે તેની ઈંતઝારી તમને નાઈન અવર્સ જોવા માટે ઉશ્કેરતી રહે છે. અમુક કેદી આવું કામ કરી શકે પણ એ પછી ફરી જેલમાં જમા થઈ જવા પાછળનું કારણ, ખુદ એક સસ્પેન્સ છે અને એ આખરી બે-ત્રણ એપિસોડમાં ઓપન થાય છે. આ ઉપરાંત પણ નાઈન અવર્સ વેબસિરિઝમાં અનેક આંચકા લાગે તેવા ભેદભરમ છે અને એ વેબિસિરિઝને વોચેબલ બનાવે છે. નાઈન અવર્સ વેબસિરિઝ નવ કલાકની ઘટમાળ છે અને તેના પ્રત્યેક કલાકનો એક એપિસોડ છે. તમને ત્રીજી કલાકે જ સમજાય છે કે, આ કાવતરામાં ખુદ જેલના જેલર અને જેલમાં જ રહેલો અન્ય એક કેદી પણ સામેલ છે પણ એ પાછળનું કારણ જાણવા માટે નાઈન અવર્સ જોવી રહી. નિરંજન કૌશિક અને જેકબ વર્ગીસે ડિરેકટ કરેલી વેબસિરિઝમાં (બેન્કના કર્મચારી અને ગ્રાહકો) અનેક પાત્રો છે અને બધાની એક નાનકડી સ્ટોરી લાઈન છે, જેના કારણે બેન્ક લૂંટારુઓ (અને દર્શકો) સતત વ્યસ્ત રહે છે. વેબસિરિઝમાં તારક રત્ના, અજય, વિનોદ કુમાર, મધુ શાલિની, રવિ વર્મા, પ્રિતી અસરાની, અંક્તિ કોયા, જ્વાલા કોટી, મોનિકા રેડૃી જેવા તેલુગુ અભિનયકારો છે અને તેનાથી હિન્દી ભાષીદર્શકો વાકેફ નથી એટલે એમના બાયોડેટાની જરૂર નથી. બેકગ્રાઉન્ડ સ્કોરમાં અનેક શ્યોમાં આવતો સાઉન્ડ ખાસ ધ્યાન ખેંચે છે અને શ્યને રસપ્રદ બનાવે છે.
ખુલાસો : આપણી હિન્દી વેબસિરિઝની જેમ અહીં ગાળો કે વલ્ગર શ્યો નથી. ફેમિલી સાથે નાઈન અવર્સ જોઈ શકો છો.
આપણી હિન્દી વેબસિરિઝની જેમ અહીં ગાળો કે વલ્ગર ેશૉ નથી, ફેમિલી સાથે નાઈન અવર્સ જોઈ શકો છો
રાગાલા 24 ઘંટાલ્લો
આવું તેલુગુ નામ ધરાવતી ફિલ્મનું સીધુંસાદું એમેઝોન પ્રાઈમ પર અપાયેલું નામ છે : આનેવાલે ર4 ઘંટે. હિન્દીમાં ડબ થતી ફિલ્મો સાથે આપણે કનેકટ કરી શકીએ એ વાસ્તે ચેન્નાઈને મુંબઈ અને કોઈમ્બતુરને કલક્તા તરીકે ઉલ્લેખવાનો ટ્રેન્ડ છે. આંધ્રપ્રદેશમાં બનેલી રાગાલા ર4 ઘંટાલ્લો ફિલ્મમાં પણ બિહાર (?) ના એક ધોધમાર વરસાદી ર4 કલાકને દેખાડવામાં આવ્યા છે. ટીવી પર આગામી ચોવીસ કલાક કઠણ હોવાની આગાહીઓની વચ્ચે બે્રકીંગ ન્યુઝ આવે છે કે બળાત્કાર અને ખૂનના આરોપી એવા ત્રણ કેદી જેલ તોડીને ફરાર થઈ ગયા છે… પોલીસથી બચવા-છૂપવા માટે ભાગતાં રહેતાં ત્રણ ફરાર કેદીઓ એક બંગલામાં ઘૂસી જાય છે, જે પ્રસિદ્ઘ એડમેકર-ફોટોગ્રાફર રાહુલનો છે, જેમાં અત્યારે માત્ર તેની પત્ની વિદ્યા જ હાજર છે… અચાનક ડોરબેલ વાગતા ત્રણેય કેદીઓ (વિદ્યાને મુંગા રહેવાની વોર્નિંગ આપીને) છૂપાવા માટે કપબોર્ડ ખોલે છે અને વિદ્યાના પતિ રાહુલની રક્તરંજિત લાશ એક કેદી પર ધસી પડે છે… વિદ્યા ત્રણેય કેદીઓને જણાવે છે કે, પતિ રાહુલની હત્યા પોતે જ કરી છે પણ ખરેખર એવું છે ખરું ? આગાથા ક્રિસ્ટીની નોવેલ ધ અનએક્સેપ્ટેડ ગેસ્ટ પરથી ઈન્સ્પાયર્ડ આ ફિલ્મમાં અનેક વળવળાંક છે. સસ્પેન્સ ફિલ્મોના ચાહકો માટે ગૂડટાઈમ પાસ ફિલ્મમાં બધા તેલુગુ કલાકાર જ છે પણ અગત્યની કથા છે.