ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું દૂષણ પાછલા બારણે પગ પેસારો કરી ગયુ છે અને હવે આ દૂષણ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે જેને રોકવા સીબીઆઈએ કમર કસી લીધી હોય એવું લાગી રહ્યું છે.
એક આંકડા પર નજર નાખીએ તો રાષ્ટ્રીય બાળ અધિકારી આયોગને છેલ્લા છ વર્ષમાં પોર્નોગ્રાફી ક્ધટેન્ટ આપતી વેબસાઈટોની 75થી વધુ ફરિયાદ મળી છે. આ ફરિયાદોની તપાસ કરતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 31 વેબસાઈટ ઝડપાઈ છે. 2019માં સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના મેસેન્જરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના અશ્લિલ વીડિયો, ફોટા કે પછી સાઈટની લિંક શેર કરવાનું રેકેટ વલસાડથી ઝડપી પડાયું હતું અને હવે 2021માં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધીકતા ધંધા પર સીબીઆઈએ દેશવ્યાપી દરોડા પાડ્યા છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને સીબીઆઈ દ્વારા મંગળવારે દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બાળકોના અશ્લીલ વિડીયો બનાવવા અને તેને શેર કરવાના મામલે સીબીઆઈએ ગુજરાત સહિત દેશભરમાં 77 જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 14 નવેમ્બરે આ મામલે 83 આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ગુજરાતના ત્રણ શહેરોમાં આ અંગે તપાસ ચાલી ઊશ્રછે જેમાં જૂનાગઢ, ભાવનગર અને જામનગર સામેલ છે. સીબીઆઈએ શંકા વ્યક્ત કરી છે કે 100 જેટલા દેશોમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો બિઝનેસ ફેલાયો છે. 14 નવેમ્બરે 23 એફઆઈઆર નોંધવામાં આવી હતી. 83 લોકો સામે ઓનલાઈન ચાઈલ્ડ એબ્યુઝની ફરિયાદ નોંધાઈ હતી. આમ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી છે.
- Advertisement -
સીબીઆઈના દરોડા એનસીઆરબીના તાજેતરના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં 2020માં દેશભરમાં બાળકો સામેના સાયબર ગુનાઓમાં 400 ટકાથી વધુનો વધારો થયો છે. આમાંના મોટાભાગના કિસ્સા શો સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ સાથે સંબંધિત છે. હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યુયુ લલિતે બાળકોના અધિકારોને લઈને એક સંવાદ કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન સમયમાં માત્ર ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને શોષણ પર જ નહીં પરંતુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પણ ધ્યાન આપવાની જરૂર છે અને કદાચ આ બધી બાબતોને જ લઈને સીબીઆઈ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનાં દૂષણને ડામવા દરોડા પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.


