– હું આંતરિક શોધ માટે મંદિરે જઉં છું
ISRO ચીફ એસ.સોમનાથે કહ્યું છે કે ચંદ્રની જે જગ્યા પર લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું તેનું નામ રાખવા પર કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે આ ભારતનો અધિકાર છે કે તે જગ્યાનું નામ આપે. લેન્ડિંગ સાઈટનું નામ ‘શિવશક્તિ’ રાખવા પર તેમણે કહ્યું કે તેમાં કંઈ ખોટુ નથી.
- Advertisement -
ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ પણ દેશે નથી કર્યું. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું છે. જે જગ્યા પર વિક્રમ ઉતર્યું તે જગ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવશક્તિનું નામ આપ્યું છે.
પરંતુ આ નામકરણ પર વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ISROના ચેરમેન એસ.સોમનાથને કહ્યું છે કે લેન્ડિંગ સાઈટનું નામ શિવશક્તિ રાખવા પર કોઈ વિવાદ નથી. દેશને તે જગ્યાનું નામ રાખવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ નામકરણમાં કંઈ ખોટુ નથી. ઈસરોના ચીફે ચંદ્ર પર લેન્ડિંગ સાઈટનું નામ શિવશક્તિ રાખવા પર કહ્યું, “પ્રધાનમંત્રીએ તેનો અર્થ પણ એ રીતે સમજાવ્યો જે આપણા બધા માટે ઉચિત છે.”
- Advertisement -
શું કહ્યું ઈસરોના ચિફે?
ઈસરોના ચીફે કહ્યું, “હું સમજુ છું કે તેમાં કંઈ ખોટુ નથી અને તેમણે જ બીજુ નામ તિરંગો પણ આપ્યું છે અને બન્ને નામ ભારતીય છે. જુઓ આપણે કંઈ પણ કરીએ છીએ તેને આપણે મહત્વ આપવું જોઈએ. દેશના પ્રધાનમંત્રી હોવાના કારણે નામ રાખવું તેમનો અધિકાર છે.”
એસ સોમનાથે રવિવારે કેરળના તિરૂવનંતપુરમમાં પૌર્ણમિકવુ-ભદ્રકાળી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે વિજ્ઞાન અને આસ્થા બન્ને અલગ અલગ વસ્તુઓ છે બન્નેને મિક્સ કરવાની જરૂર નથી.
ઈસરોના ચીફે કહ્યું, “હું એક સંશોધક છું. હું ચંદ્રનું અન્વેષણ કરુ છું. હું આંતરિક અંતરિક્ષને એક્સપ્લોર કરૂ છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બન્નેને એક્સપ્લોર કરવું મારા જીવનનો ભાગ છે. માટે હું તમામ મંદિર પણ જઉ છું અને તમામ ગ્રંથ પણ વાંચુ છું. માટે આપણા અસ્તિત્વ અને બ્રહ્માંડમાં આપણી યાત્રાનો અર્થ સમજવાનો પ્રયત્ન કરૂ છું. આ આપણી સંસ્કૃતિનો ભાગ છે કે આપણે પણ એક્સપ્લોર કરવા માટે બન્યા છીએ. પોતાના અંતસની શોધ, આંતરિક આત્માની શોધની સાથે સાથે બહારથી આપણે શું છીએ. તેની શોધ. આઉટર સેલ્ફની શોધ માટે વિજ્ઞાનને માનું છુ અને આંતરિક શોધ માટે મંદિર આવું છું.”
એસ સોમનાથને કહ્યું કે ચંદ્ર પર વિક્રમ જ્યાં ઉતર્યું તે સ્થાનનું નામ શિવ શક્તિ રાખવાને લઈને કોઈ વિવાદ નથી. દેશને તે સ્થાનનું નામ રાખવાનો અધિકાર છે. ઈસરો ચીફે કહ્યું કે ઘણા અન્ય દેશોએ ચંદ્ર પર પોતનું નામ રાખ્યું છે અને આ હંમેશા સંબંધિત રાષ્ટ્રનો વિશેષાધિકાર રહ્યો છે.