ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કાર્યવાહીનો ધમધમાટ, મુખ્ય આરોપી સહિત 6 લોકોને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ તેમજ કારમાં સવાર મિત્રોને મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે. જ્યાં 9 જિંદગીને કચડી નાખરા આરોપી સામે રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે ગઈકાલે ગુરુવારે 160 સ્પીડે કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ માનવ વધના ગુના હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
- Advertisement -
એક જ સપ્તાહમાં ચાર્જશીટ
મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
#WATCH | Ahmedabad | Gujarat Police bring accused Tathya Patel and his father Pragnesh to the crime spot where the accident took place on Sarkhej-Gandhinagar (SG) highway. https://t.co/gQI8uJFcjZ pic.twitter.com/hQ5969d18y
- Advertisement -
— ANI (@ANI) July 20, 2023
રિ-કન્ટ્રક્શન નબીરા તથ્ય અને તેના પિતાએ બે હાથ જોડી માફી માંગી
ગઈકાલે ગુરુવારે પોલીસ દ્વારા બંને પિતા-પુત્રને અકસ્માત થયેલ જગ્યાએ પોલીસ દ્વારા લઈ જઈને સમગ્ર અકસ્માતનું રિ-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે બંને પિતા પુત્ર દ્વારા બ્રિજ ઉપર બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તેમજ પિતા-પુત્રને ઉઠક બેઠક કરાવી હતી.
કાર 160 ની સ્પીડમાં હોવાનો FSL નો રિપોર્ટમાં ખુલાસો
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.
ઈસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદ ઇસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરી છે. તેમજ અકસ્માત થવાનાં ટેકનિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. પીડિતને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આગામી દિવસો માં અકસ્માત કોઈ રીતે રોકી શકાય છે તેના પર ચર્ચા અને કાર્યવાહી કરવામા આવશે. તેમજ અમદાવાદ ઈંચાર્જ પોલીસ કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગર પાલિકા ના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામા આવી છે.