કેટલીક કંપનીઓ દિવાળી પર તેમના કર્મચારીઓને બોનસ આપે છે. બોનસના પૈસા કર્મચારીના પગારમાં ઉમેરવામાં આવે છે. તે પગારના જ ભાગ તરીકે ગણવામાં આવે છે. પછી ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે. બોનસ નાણા સંપૂર્ણપણે ટેક્સેબલ છે.
દિવાળી આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહિનાના અંતમાં દિવાળી છે. કંપનીઓ તેમના કર્મચારીઓને ભેટ આપે છે. આ સાથે લોકો પોતાના સગા-સંબંધીઓ, સ્વજનો, સંબંધીઓ અને સાથીઓને પણ ભેટ આપે છે.
- Advertisement -
આ અવસર પર કંપનીઓ તેમના કર્મચારીઓને બોનસ પણ આપે છે. જો તમે પણ કોઈ ગિફ્ટ અથવા બોનસ મેળવવા જઈ રહ્યા છો, અથવા તે મેળવ્યું છે, તો એકવાર તમારે તેના ટેક્સ સંબંધિત નિયમો જાણવા ખૂબ જરૂરી છે.
ઈનકમ ટેક્સની ગાઈડલાઈનમાં ગિફ્ટની ખાસ વ્યાખ્યા આપવામાં આવી છે. ભેટ એટલે મળેલા ધનની કોઈ પણ રકમ, કંઈક ખાસ ચલ સંપત્તિઓ, ઓછી કિંમતે મળેલી વિશેષ જંગમ મિલકતો, કોઈપણ કંસીડરેશન વિના પ્રાપ્ત થયેલ અચલ મિલકતો અને અચલ મિલકત ઓછી કિંમત પર મેળવેલ હોય તો તેને ગિફ્ટની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોનિટરી ગિફ્ટ પર ટેક્સના નિયમ છે. પરંતુ આ વર્ષમાં અમુક ખાસ ટેક્સ છૂટની પણ જોગવાઈ છે.
ક્યારેય નહીં લાગે ટેક્સ
જો તમારા નજીકના સંબંધી પાસેથી નાણાકીય ભેટ લેવામાં આવે એટલે કે, રૂપિયા અને પૈસામાં ભેટ લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો આ ભેટ પત્ની અથવા પતિ, ભાઈ, બહેન, માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યો પાસેથી લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
- Advertisement -
એચયુએફના કિસ્સામાં લગ્ન પ્રસંગે કોઈની પાસેથી ભેટ તરીકે મળેલા નાણાં, વારસામાં મળેલા નાણાં, ડોનરના મૃત્યુ પછી મળેલા નાણાં, લોકલ ઓથોરિટી પાસેથી મળેલા નાણાં, કોઈપણ ફંડ, ફાઉન્ડેશન, યુનિવર્સિટી, મેડિકલ ઈન્સ્ટીટ્યૂશનથી મળેલ ફંડ, કંપનીના મર્જર અથવા ડી-મર્જરથી મળેલા પૈસા પર કોઈ ટેક્સ લાગતો નથી.
દિવાળી ગિફ્ટ પર ટેક્સ
એક્સપર્ટ અનુસાર, દિવાળી ગિફ્ટની કિમત તમારે ટેક્સના રૂપમાં ચુકવવી પડી શકે છે. અર્ચિત ગુપ્તાનું કહેવું છે જો નાણાકીય વર્ષમાં 5,000 રૂપિયાથી ઓછાની ગિફ્ટ અથવા વાઉચર મળે. તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમને 5,000 રૂપિયાથી વધુની ગિફ્ટ અથવા વાઉચર મળે. તો આ રકમ તમારા પગારમાં ઉમેરવામાં આવશે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમને દિવાળી પર ભેટ તરીકે રૂ. 5,000 મળે છે, તો ક્રિસમસ પર રૂ. 3,000 મળે છે. આ રીતે તમારે 3,000 રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે.
બોનસ પર ટેક્સ
કેટલીક કંપનીઓ દિવાળી પર તેમના કર્મચારીઓને બોનસ આપે છે. બોનસ મની કર્મચારીના પગારમાં ઉમેરવામાં આવે છે. તેને પગારનો જ એક ભાગ માનવામાં આવે છે. પછી ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે. બોનસ નાણા સંપૂર્ણપણે કરપાત્ર છે.