તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મના દિગ્દર્શક લોકેશ કનાગરાજે ખુલાસો કર્યો કે રજનીકાંત ફિલ્મના છેલ્લા બે શૂટિંગ શેડ્યૂલ દરમિયાન તેમના જીવનની વાર્તા લખી રહ્યા હતા.
સુપરસ્ટાર રજનીકાન્ત હાલમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી ફિલ્મ ‘કૂલી’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં લોકેશ કનગરાજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘રજનીકાંત હાલમાં પોતાની આત્મકથા લખી રહ્યા છે અને તેઓ ‘કૂલી’ના છેલ્લાં બે શૂટિંગ-શેડ્યુલ દરમ્યાન દરરોજ લખતા હતા.
- Advertisement -
છેલ્લાં બે શેડ્યુલમાં સર તેમની આત્મકથા લખવામાં વ્યસ્ત હતા. હું દરરોજ તેમને પૂછતો, કયા તબક્કામાં છો? અને તેઓ મને વિગતવાર માહિતી આપતા હતા. રજનીકાન્તે મારી સાથે એવી વિગતો શેર કરી છે જે તેમણે બીજા કોઈ સાથે શેર નહોતી કરી. આ અનુભવ મારા માટે ખૂબ ખાસ હતો. આ અનુભવ મારા હૃદયની ખૂબ નજીક છે.’