નારિયેળને સનાતન ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ પુજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ મહિલા નારિયેળ ન ફોડી શકે તેની પાછળનું શું કારણ છે?
સનાતન ધર્મમાં દરેક પૂજા પાઠ વખતે નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને દાનવની વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પોતાની સાથે નારિયેળના બીજ લઈને આવ્યા હતા.
- Advertisement -
ત્યારથી શ્રીફળને ખૂબ જ શુભ અને પવિત્ર માનનામાં આવે છે. મોટાભાગે તમે જોશો કે પૂજા-પાઠ વખતે પુરૂષ જ નારિયેળ ફોડે છે. કોઈ પણ મહિલાને નારિયેળ ફોડતા નહીં જોઈ હોય. તેની પાછળ શું માન્ય છે કેમ સ્ત્રીઓને નારિયેળ નથી વધેરી શકાતું?
લોક માન્યતા
હંમેશા તમે પુરૂષોને જ ધાર્મિક આયોજન વખતે નારિયેળ ફોડતા જોયા હશે. મહિલાઓનું નારિયેળ વધેરવું સનાતન ધર્મમાં અશુભ માનવામાં આવે છે.
શું કહે છે એક્સપર્ટ?
નિષ્ણાંત અનુસાર નારિયેળ એક પવિત્ર ફળ જેને એક બીજના રૂપમાં જોવામાં આવે છે. સનાતન ધર્મમાં બીજને ભ્રૂણ સાથે જોડવામાં આવે છે. મહિલાને પ્રકૃતિ પાસેથી માતા બનવાનું વરદાન પ્રાપ્ત છે. મહિલાઓ પોતાના બાળકને ખૂબ જ પ્રેમ કરે છે તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતી એવી જ રીતે મહિલા બીજ રૂપી નારિયેળને પણ ન ફોડી શકે.
- Advertisement -
નારિયેળને ફોડવું સંતાનને નુકસાન પહોંચાડવા જેવું માનવામાં આવે છે. એ જ કારણ છે કે મહિલાઓ નારિયેળ નથી ફોડતી. પરંતુ આ ફક્ત લોકમત હોઈ શકે છે. મહિલાઓ દ્વારા નારિયેળ ન ફોડવા પાછળ કોઈ પણ પ્રકારના ધાર્મિક પુરાવા નથી.
આ પણ છે માન્યતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓનું નારિયેળ ફોડવું સંતાન માટે કષ્ટદાયક માનવામાં આવે છે. બાળકના ભવિષ્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેનાથી ઉભરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેના ઉપરાંત બાળકોની પ્રસિદ્ધીમાં પણ મુશ્કેલી આવે છે.