ઇરાનમાં 35 વર્ષથી સત્તા પર કાબિજ ખામનેઇના ઇનસ્ટાગ્રામ પર 50 લાખ ફોલોઅર્સ છે. તેમણે ગાઝા પર ઇઝરાયલની બોમ્બારીની સાથે-સાથે યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા લાલા સાગરમાં શિપિંગ પર હુમલાની સામે પેલિસ્ટીનીની પ્રતિશોધનું સાર્વજનિક રીતે સમર્થન કર્યુ છે.
મેટાએ ગુરૂવારના જાહેરાત કરી કે, તેમણે પોતાની સમગ્રી નીતિનું ઉલ્લંઘન કરવા માટે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન્ડ કરી દીધું છે. મેટાના પ્રવક્તા એએફપીએ જણાવ્યું કે, અમે પોતાના અતરનાક સંગઠનો અને વ્યક્તિઓ સાથે જોડાયેલી નીતિનું વારં-વાર ઉલ્લંઘન કરવા માટે આ વિભાગોને હટાવી દીધા છે.
- Advertisement -
જો કે મેટાએ ઇઝરાયલ-હમાસના યુદ્ધનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કંપની પર 7 ઓક્ટોમ્બરથી હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો થયા પછીથી નેતા પર પ્રતિબંધ લગાવવાનો દબાવ હતો. હુમલો થયા પછી, ખામનેઇએ હમાસ દ્વારા ખૂની ભાગદડનું સમર્થન કર્યું, પરંતુ કોઇ પણ ઇરાની ભાગીદારથી મનાઇ કરી.
મેટાએ આ વિશે જણાવ્યું કે, વાસ્તવિક દુનિયાના નુકસાનને રોકવા અને પ્રતિબંધ કરવાના પ્રયત્નમાં અમે આ સંગઠનો કે વ્યક્તિઓની અનુમતિ આપી નથી. જે હિંસક મિશનની જાહેરાત કરી છે કે હિંસામાં લાગેલા છે, અમારા પ્લેટફોર્મ પર હાજરી માટે મેટા પોતાની નિતીના અનુસાર નિર્ણય લઇ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, વિભિન્ન ખતરાનક સંગઠનો અને વ્યક્તિઓના મહિમામંડન, સમર્થન અને પ્રતિનિધિત્વને સાઇટ પર હટાવી દીધું છે. હમાસના અમેરિકાએ વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઇરાનમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પ્રતિબંધ છે પરંતુ ઇરાની પ્રતિબંધોથી બચવા અને પ્રતિબંધિત વેબસાઇટ અને એપ સુધી પહોંચવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને વીપીએનનો ઉપયોગ કરે છે.