BCCIએ IPL 2021ની બચેલી 31 મૅચ રમાશે તેવી ઘોષણા કરી દીધી છે. 31 મૅચ UAEમાં રમાશે.
- IPL 2021માં આ બે દેશના ખેલાડીઓ નહી રમે
- BCCIને થશે 2500 કરોડ રૂપિયાનું નુકસાન
- બોર્ડ લેશે IPLને લઇને યોગ્ય નિર્ણય
17 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી આ મૅચ ચાલે તેવી સંભાવનાઓ છે. 4 મેના રોજ કોરોના કાસ આવ્યા બાદ ટી20 લીગને સ્થગિત કરી દેવામાં આવી હતી. 60માંથી 29 મૅચ રમાઇ ચૂકી હતી.
- Advertisement -
IPLની મૅચ રમાય તે પહેલા BCCIને બે વિદેશ બોર્ડ તરફથી ઝટકો મળી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતુ કે તેમના ખેલાડીઓ IPLના બીજા ફેઝમાં નહી રમે. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ કહી દીધુ છે કે તેમના ખેલાડીઓ IPLમાં હિસ્સો નહી લે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે, હવે સંભવ નથી કે શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાનને NOC મળે. શાકીબ KKR તરફથી તો મુસ્તફિઝુર RR તરફથી રમે છે. બાંગ્લાદેશની ટીમનો કાર્યક્રમ ફિક્સ છે અને તે ઓસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લેન્ડ મૅચ રમવાના છે.
ECBએ પણ આપી દીધો જવાબ
ECBના ડાયરેક્ટર એશ્લેએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અમારે અમારુ શેડ્યુઅલ મેનેજ કરવું છે. માટે અમે ખેલાડીઓને ટી 20 વર્લ્ડ કપ માટે જોરદાર ફોર્મમાં લાવવા ઇચ્છીએ છીએ.
- Advertisement -
BCCIએ આપ્યુ નિવેદન
રાજીવ શુક્લાએ કહ્યું કે અમે વિદેશી ખેલાડીઓના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ અને અમારુ સંપૂર્ણ ધ્યાન IPL પૂર્ણ કરવા પર છે. જે ઉપલબ્ધ નથી તે ખેલાડીઓ વગર અમે ટુર્નામેન્ટ પૂર્ણ કરીશું.
બોર્ડને થઇ શકે 2500 કરોડનું નુકસાન
IPLની હાલની સિઝનમાં જો મૅચ નહી રમાય તો બોર્ડને લગભગ 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. આ વાત સૌરવ ગાંગુલીએ કહી હતી. 700 ખેલાડીઓને વળતરરૂપે 50 કરોડ રૂપિયા આપવાના છે.