કલેક્ટર સામેનાં આક્ષેપો અતિ ગંભીર, તપાસ જરૂરી
કલેક્ટર જાડેજા સામે ગિર-સોમનાથમાં પણ અનેક પ્રકારનો ગણગણાટ: તેમની ડીમોલિશનની કાર્યવાહી પણ શંકાના પરિઘમાં હોવાની ચર્ચા
- Advertisement -
દિગ્વિજયસિંહ જાડેજાની વર્તણૂંક અંગે પણ જિલ્લાભરમાં ચર્ચા: તેમની કાર્યપદ્ધતિ અંગે પણ તપાસ જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી એસીબી તપાસની માગ કરી હતી અને હવે આ મામલામાં જ તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પત્રકાર પરિષદ યોજી છે. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ઉજવણી સાથે યોજાયેલી સભામાં જૂનાગઢ ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગિર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂક્યા હતા ત્યારે હવે રાજકોટમાં આજ રોજ દીનુ સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના રાજકોટ કલેક્ટરને આવેદન પાઠવી તેમજ પત્રકાર પરિષદ યોજી સૌને ચોંકાવી દીધા છે.
- Advertisement -
ભાજપના પૂર્વ સાંસદ અને ગીર સોમનાથ પંથકના ભાજપના કદાવર નેતા દીનુ બોઘા સોલંકીએ જણાવ્યું છે કે, ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અથવા તેમના પરિવારનું ન્યારી ડેમના કેચમેન્ટ વિસ્તાર (પ્રતિબંધીત) વિસ્તારમાં ફાર્મ હાઉસ આવ્યું છે. જે આદિનાથ ફાર્મ હાઉસ છે તેમ નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આપના માધ્યમથી આ મામલામાં તાત્કાલીક તપાસ થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. આ દ્વારા રાજયની સામાન્ય જનતાને પણ પ્રતિપાદ થાય કે દેશનું બંધારણ સૌ માટે સમાનતાના માપદંડથી કાર્યવાહી કરે છે. આ અંગે તપાસ કરી પગલાં લેવા માંગ કરવાની રજૂઆત વેળાએ તેમની સાથે રાજકોટના ભાજપ અગ્રણી તેમજ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી તેજસ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને પાઠવેલા આવેદન તેમજ મીડિયામાં તેમણે જણાવ્યું છે કે સરકારના એક જનપ્રતિનિધિ તરીકે આપનું ધ્યાન દોરૂ છું કે સમગ્ર મામલામાં તાત્કાલીક તપાસ થા તેમજ દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે. આ દ્વારા રાજયની સામાન્ય જનતાને પણ પ્રતિપાદ થાય કે દેશનું બંધારણ સૌ માટે સમાનતાના માપદંડથી કાર્યવાહી કરે છે.
સરકાર તેમજ સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન છે. સમગ્ર દેશમાં અને રાજયમાં સરકારી જમીનો પર અનધિકૃત કબ્જાઓ બાંધકામો હટાવવામાં આવી રહ્યાં છે અને તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ગિર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સમગ્ર જિલ્લામાં મનસ્વી રીતે કાયદાઓનું અર્થઘટન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાભાવિક પણે નાગરિકો પર અતિરેક થાય ત્યારે પ્રશ્ર્નો પણ ઉભા થતાં હોય છે. પૂર્વ સાંસદ દીનુ બોઘાએ મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર સમક્ષ ગિર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ સીબીઆઈ કક્ષાની એસીબી તપાસની માગણી કરી છે સાથે જ તેમણે આરોપ મૂક્યો છે કે, કલેક્ટરે ગિર સોમનાથ જિલ્લાને લૂંટવાનું કામ કર્યું છે. દીનુ સોલંકીએ જાહેરાત કરી કે તેઓ આવનારા દિવસોમાં જિલ્લાને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે આંદોલન શરૂ કરશે. તેમણે લોકોને આ લડતમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. દીનુ સોલંકીએ કહ્યું છે કે, જો તેમના આરોપો ખોટા સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગઝનવીએ સોમનાથ લૂંટ્યું, દિગ્વિજયસિંહ આધુનિક લૂંટારું: દિનુ બોઘા
દીનુ બોઘા સોલંકીના જણાવ્યા અનુસાર કલેક્ટર જાડેજા ગિર-સોમનાથમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગરીબોના મકાનો અને ખેતરો દૂર કરી રહ્યા છે. રાજકોટના ન્યારી ડેમના કિનારા પાસે આવેલ આદિરાજ ફાર્મ કે જેની માલિકી ગિર સોમનાથ જિલ્લા કલેકટરની છે. આ કલેકટર ગિર સોમનાથમાં દિવસ અને રાત ભ્રષ્ટાચાર કરે છે. અગાઊ મહમદ ગઝનવી સોમનાથને લુટતો હતો ત્યારે આ કલેક્ટર આધુનિક લૂંટારો છે.
પડધરી મામલતદારને તપાસ સોંપાઈ: પ્રભવ જોશી
ભાજપના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ ગિર-સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સામે આરોપો મૂકીને રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ તપાસની માંગણી કરી હતી. આ મામલે રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, દિનુ બોઘા સોલંકીની રજૂઆત બાબતે પડધરી મામલતદારને તપાસ સોંપવામાં આવેલી છે, તેમની તપાસના રિપોર્ટમાં શું સામે આવે છે? તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.