ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીર માટે વિશ્વમાં 11માં આંતરરાષ્ટ્રીય ભવ્ય રીતે ઉજવણી થાય છે જેના ભાગરૂપે આજ રોજ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે યોગ કરીને ઉજવણી કરી હતી તેની સાથે શહેરના 1 થી 15 વોર્ડમાં અલગ અલગ જગ્યા પર યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે રોજ વિશ્વ યોગા દિવસે મહાનગર પાલિકા દ્વારા ઐતહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે યોગનું આયોજન કરાયું હતું જેમાં મનપા દ્વારા ઉપરકોટ કિલ્લા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર એક પૃથ્વી એક સ્વાસ્થ્ય સાથે આ યોગ કાર્યક્રમમાં મનપા પદાધિકારી અને અધિકારીઓ સાથે શહેરના લોકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.