નિવૃત્ત DySPના ફરાર પુત્ર સહિત 3 સામે વોરંટ ઇસ્યુ
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢના લક્ષ્મીનગર વિસ્તારમાંથી થોડા સમય પહેલા આંતતરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડાયું હતુ. જેમાં નિવૃત્ત ડીવાયએસપી પુત્ર સહિત ત્રણ શખ્સ હજુ ફરાર છે. શખ્સોને પકડવા કોર્ટે એલસીબીના રિપોર્ટના આધારે ત્રણેયનું વોરંટ ઇશ્યુ કર્યુ છે. અગાઉ પકડાયેલા 11 શખ્સો સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં મણીપુરઅને નાગાલેન્ડના યુવક-યુવતિઓને પગાર પર રાખી ગેરકાયદેસર રીતે આંતરાષ્ટ્રીય કોલ સેન્ટર ધમધમતુ હતુ. જેમાં અમેરિકા સહિતના દેશના નાગરિકોને ફોન કરી ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી. એલસીબીએ તે સમયે 11 શખ્સોની ધરપકડ કરી હતી પરંતુ નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર ઇન્દ્રજીતસિંહ મહાવીરસિંહ રાણા, જલય સંદિપ પટેલ અને દિગવિજયસિંહ પ્રવિણસિંહ રાણાનું નામ ખુલ્યુ હતુ. તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સોને પકડવા તપાસ કરવા છતાં પોલીસના હાથમાં આવ્યા નથી. એલસીબીએ અગાઉ પકડાયેલા 11 આરોપી વિરૂઘ્ધ ચાર્જશીટ ફાઇલ કર્યુ છે. જયારે 3 શખ્સો ન પકડાતા તેને નાસતા-ફરતા જાહેર કરવાના હેતુથી વોરંટ મેળવવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેના આધારે કોર્ટે આ ત્રણેય આરોપીની ધરપકડ કરવા સીઆરપી કલમ 70 મુજબ વોરંટ ઇશ્યુ કર્યુ છે.