નાણામંત્રી નિર્મલા સિતારમન સંસદમાં વચગાળાનું બજેટ રજુ કરી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. નાણામંત્રી આ વખતે છઠ્ઠું બજેટ રજુ કરી રહ્યા છે. મોરારાજી દેસાઇ પછી નિર્મલા સીતારમન બીજા નાણામંત્રી છએ, જેઓ છઠ્ઠી વખત બજેટ રજુ કરી રહ્યા છે. અમારી સરકાર લોકોને પ્રાથમિકતા આપી અને ન્યૂનતમ સરકાર હેઠળ શાસનના દ્ષ્ટિકોણની સાથે આગ્રહી, જન કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન કરી રહી છે.
સરકારે સૌનો સાથે, સૌનો વિકાસની સાથે કામ કર્યુ
દેશના નવા ઉદેશઅય અને નવી આશા મળી. લોકોએ સરકારને મોટા જનાદેશ સાથે ચુંટી હતી. અમે બે ગણા પડકારેનો સ્વીકાર કર્યો અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્રની સાથે કામ કર્યુ. અમે સામાજીક અને ભૌગોલિક સમાવેશ સાથએ કામ કર્યુ. અમે કોરોનાનો સામનો કર્યો અને અમૃતકાળમાં પ્રવેશ કર્યો. જેના કારણે આજે આપણા દેશના યુવાઓની પાસે મોટી આકાંક્ષાઓ અને આશા છે.
- Advertisement -
મહિલાઓ, યુવા, ગરીબ અને ખેડૂતો પર અમારૂ ફોક્સ
નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં અમે સૌનૈ માટે રહેઠાણ, દરેક ઘરે પાણી, સૌના માટે બેક ખાતા જેવા કામોની રિકોર્ડ સમયમાં પૂર્ણ કર્યો. 80 કરોડ લોકોને મફ્તમાં રાશન આપ્યું. ખેડૂતોને ઉપજ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો. પારદર્શિતાની સાથે સંસાધનોનું વિતરણ કર્ય. અમે અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો, જેથી સામાજીક પરિવર્તન આવી શકે.
ગરીબનું કલ્યાણ, દેશનું કલ્યાણ
ગરીબનું કલ્યાણ, દેશનું કલ્યાણ આ મંત્રની સાથે કામ કરી રહ્યા છીએ. સૌની સાથેનો ઉદેશ્યની સાથે 25 કરોડ લોકોને વિવિધ રીતની ગરીબીથી બહાર કાઢયા. ભારતે 2047 સુધી વિકસિત દેશ બનવા માટે કામ કરી રહ્યો છે.
દેશમાં રોજગારીની મહત્તમ તકો મળે તેવા પ્રયત્ન
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું છે. નિર્મલાએ કહ્યું, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો.
- Advertisement -
Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "The Skill India Mission has trained 1.4 crore youth, upskilled and re-skilled 54 lakh youth, and established 3000 new ITIs. A large number of institutional higher learning, namely 7 IITs, 16 IIITs, 7 IIMs,… pic.twitter.com/oEEBV5DGfC
— ANI (@ANI) February 1, 2024
લોકોની જીવનશૈલીમાં સુધારો
નાગરિકોની વાસ્તવિક આવક 50 ટકા વધી છે. મોંઘવારી કાબુમાં છે. યોજનાઓ સમય પર પૂર્ણ થઇ રહી છે. લોકો સારી રીતે જીવી રહ્યા છે અને સારી આવક કમાઇ રહ્યા છે. મોટી યોજનાઓ પ્રભાવિત રીતે અને સમય પર પૂર્ણ થઇ રહી છે. જીએસટીએ એક દેશ, એક માર્કેટ અને એક ટેક્સની ધારણાને મજબૂત કરી છે. આઇએફએફસીએ વૌશ્વિક નાણાંકિય રોકાણનો રસ્તો ખોલી નાખ્યો છે.
Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Rural continued and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to… pic.twitter.com/pemnJAvrCy
— ANI (@ANI) February 1, 2024
અમે ભ્રષ્ટાચાર અને સગાવાદને ખતમ કર્યો
દરેક ઘર સુધી પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવા માટે કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.
10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજના હેઠળ મહિલાઓને લોન અપાઇ
છેલ્લા 10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉદ્યોગપતિઓને આપવામાં આવી. ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ 70 ટકા રહેઠાણના મકાનો મહિલાઓને મળ્યા.
ભારત મધ્ય-પૂર્વ-યૂરોપ કોરિડોર ભારત અને બીજા દેશો માટે એક પરિવર્તનકારી પગલું છે. કોવિડ હોવા છતાં અમે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવ્યા અને 2 કરોડ ઘર આવનારા 5 વર્ષોમાં બનાવશું.
- સ્કીલ ઈન્ડિયા મિશનમાં 1.4 યુવાનોને તાલીમ આપવામાં આવી હતી. 3000 નવી ITI બનાવવામાં આવી.
- સરકારે 20 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ₹34 લાખ કરોડ નાખવામાં આવ્યા
- પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે.
- પાણી યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે.
- 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોના સશક્તિકરણ પર પણ કામ કરવામાં આવ્યું છે.
- 3,000 નવી આઈટીઆઈ ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસલ કરી છે.
- ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે.
38 લાખ ખેડૂતો માટે પીએમ કિસાન સંપદા યોજનાથી લાભ મળ્યો
- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 વાખ ખેડૂતોને ફાયદો મળશે અને 10 લાખ રોજગારના અવસર ઉત્પન્ન થશે.
- આત્મનિર્ભર તેલ બીજ અભિયાનને ઝડપી બનાવવામાં આવશે. જેના હેઠળ ખેડૂતને નવી ટેકનિક અને કૃષિ વિમાને પ્રોત્સાહન આપવામાં આવશે.
- ડેરી સાથે જોડાયેલા ખેડૂતોને મદદ કરવામાં આવશે, જેના માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવશે.
- માછલીના ઉત્પાદનને પણ મજબૂત કરવામાં આવશે. સી-ફૂડનું ઉત્પાદન બે ગણું કરવામાં આવશે. માછલી સંપદા યોજના હેઠળ ઉત્પાદકતાને ત્રણ ગણી વધારીને 5 ટન પ્રતિ હેક્ટર કરવામાં આવશે. રોજગાર માટે 55 નવી તકો ઉતપન્ન કરવામાં આવશે. 5 સમેકિત એક્વા પાર્ક બનાવવામાં આવશે.
બજેટમાં મહિલાઓ અને બાળકો પર ફોકસ, મધ્યમ વર્ગ માટે આવાસ યોજના
અમારી સરકાર સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવી હતી. 9-14 વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
- 9 કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા 8.3 લાખ સ્વ-સહાય જૂથો નોંધપાત્ર યોગદાન આપે છે. તેમની સફળતાએ 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ કરી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લીધો છે.
- હાલના સ્વાસ્થ્ય માળખાનો ઉપયોગ કરીને અમે વધુ મેડિકલ કોલેજ બનાવશું. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. પોષણ 2.0ના અમલમાં ઝડપ લાવવામાં આવશે. ટીકાકરણને જરૂરી બનાવવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ બધી આશા અને આંગડવાડી કર્મચારીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે.
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન
નવી ટેકનિકના બિઝનેસને મદદ મળશે. વડાપ્રધાન મોદીએ આ મંત્રનું વિસ્તરણ કર્યું છે. જે લોકો રસ દાખવે છે તેમના માટે આ મહત્વપૂર્ણ છે. 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજ મુક્તિ કે ઓછા વ્યાજ દર પર કોષ વિતરણ કરવામાં આવશે. જેને દિર્ઘકાલિન નાણાંકિય મદદ મળશે. જે ખાનગી ક્ષેત્રને મળશે.
40 હજાર જનરલ રેલ કોચ વંદે ભારત જેવા હશે
બ્લુ ઈકોનોમી 2.0 હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપશે. 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપશે. લક્ષદ્વીપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. 40 હજાર સામાન્ય રેલ્વે કોચને કોચની જેમ વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
દેશની એરલાઇન્સ 1000 નવા પ્લેન ખરીદશે
નાણામંત્રીએ દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની જાહેરાત કરતા કહ્યું કે હવે દેશમાં 149 એરપોર્ટ છે. ‘ઉડાન’ હેઠળ ટિયર-2 અને ટિયર-3 શહેરોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. દેશની એરલાઇન્સ 1,000 નવા પ્લેન ખરીદશે.
2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ
2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 5.1% હોવાનો અંદાજ છે, જેને આવતા વર્ષે ઘટાડીને 4.5% સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. FDI પર ભાર મૂકવામાં આવશે એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા જેથી પહેલો વિકાસ ભારતમાં આવે. રાજ્યોની સુધારણા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ અમારા માટે ફરજનો સમય છે.’
‘દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો’
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં ઉપયોગી છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસને બદલે હવે 10 દિવસમાં રિફંડ ઉપલબ્ધ છે.’
#WATCH | Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "…The revised estimate of the fiscal deficit is 5.8% of GDP, improving on the budget estimate notwithstanding moderation in the nominal growth estimates." pic.twitter.com/MxehZWCPZA
— ANI (@ANI) February 1, 2024
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ
પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. 2014 થી 2023 સુધીમાં FDI પણ વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તે વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.
"The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP," says Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/J265EYlRNF
— ANI (@ANI) February 1, 2024
2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 5.1% હોવાનો અંદાજ છે, જેને આવતા વર્ષે ઘટાડીને 4.5% સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. FDI પર ભાર મૂકવામાં આવશે એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા જેથી પહેલો વિકાસ ભારતમાં આવે. રાજ્યોની સુધારણા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ અમારા માટે ફરજનો સમય છે.’
Interim Budget | "I propose to retain the same tax rates for direct and indirect taxes including import duties," says FM.#Budget2024 pic.twitter.com/EseKRQblWQ
— ANI (@ANI) February 1, 2024
‘દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો’
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં ઉપયોગી છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસને બદલે હવે 10 દિવસમાં રિફંડ ઉપલબ્ધ છે.’