જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં 1-2 વર્ષની એફડી અને પાંચ વર્ષની રીકરીંગ ડિપોઝીટ પર વધુ વ્યાજ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ઉંચા વ્યાજદરના સિનેરીયોમાં કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર માસના કવાર્ટર માટે પોષ્ટ ઓફિસ બચત યોજનાઓ સહિતની 12 બચત યોજનાઓમાંથી ફકત ત્રણના વ્યાજદરમાં વધારો કર્યો છે અને ખાસ કરીને જે યોજના સૌથી લોકપ્રિય છે તે પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) ના વ્યાજદર યથાવત રાખ્યા છે.
- Advertisement -
આજથી અમલી બનતા આ નવા વ્યાજદરમાં સરકારે એક અને બે વર્ષની મુદતની ફિકસ ડિપોઝીટ તથા રીકરીંગ ડિપોઝીટના વ્યાજદર યથાવત રાખ્યા છે. જેમાં એક-બે વર્ષની એફડીઆર 10 બેઝીક પોઈન્ટનો વ્યાજદર વધારો થયો છે. 1 વર્ષની એફડી પર જે 6.8% વ્યાજદર હતો તે વધીને 6.9% થયા છે અને બે વર્ષની એફડી પરનો વ્યાજદર 6.9%માંથી વધારી 7% કરાયો છે. આ ઉપરાંત પાંચ વર્ષની રીકવરી ડિપોઝીટ પરનો વ્યાજદર 30 બેઝીક પોઈન્ટ વધારીને 6.2% માંથી 6.5% કરાયો છે.
તે સિવાયની કોઈ બચત યોજના પરના વ્યાજદરમાં વધારો થયો નથી. ખાસ કરીને સુક્ધયા સમૃદ્ધિ યોજનામાં 8% વ્યાજ મળે છે તે યથાવત રખાયા છે. કિસાન વિકાસ પત્ર નેશનલ સેવિંગ સર્ટીફીકેટ-સીનીયર સીટીઝન બચત યોજના અને ત્રણ તથા પાંચ વર્ષની એફડી પીપીએફ સહિતના વ્યાજદર યથાવત જ રહ્યા છે. પીપીએફમાં સરકારે એપ્રિલ 2020માં જે 7.9% વ્યાજદર તે ઘટાડીને 7.1% સુધી લાવી દીધો છે. ખાસ કરીને આ યોજના વ્યાપક રોકાણ થઈ રહ્યું છે અને રીઝર્વ બેન્કે પણ વ્યાજદર વધારતા બેન્કોની એફડી પણ વધુ વ્યાજ આપે છે.