સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સિલન્સ, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી (એનએફડીડી બિલ્ડિંગ)માં તા. ૧૫-૦૬-૨૦૨૧ થી એક ઇન્સ્ટ્રુમેન્ટ તાલીમ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલ છે જેમાં નિરમા યુનિવર્સિટી, અમદાવાદની ત્રણ વિદ્યાર્થીનીઓ (બાયો કેમેસ્ટ્રી ની ૨ વિદ્યાર્થિનીઓ અને ૧ ઇન્ડસ્ટ્રિયલ કેમેસ્ટ્રીની વિદ્યાર્થિની) તેમજ અન્ય એક વિદ્યાર્થિનીએ ભાગ લીધેલ છે જેમાં તેઓને ૧૫ દિવસની સોફીસટીકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પર તાલીમ આપવામાં આવશે તેમજ ઇંડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરવામાં આવે તેની પણ તાલીમ આપવામાં આવશે સાથોસાથ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રબલઘુટની પણ તાલીમ આપવામાં આવશે. તાલીમના ૧૫ દિવસ દરમિયાન જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે NMR, GC-MS, HPLC, IR વગેરેની તાલીમ આપવામાં આવશે.
ગત ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી એમ બે મહિના એમ. એન વિરાણી સાયન્સ કોલેજ (આત્મીય યુનિવર્સિટી) ના ૯ વિદ્યાર્થીઓએ સેન્ટર ઓફ એક્સિલન્સમાં પોતાના ડેઝરટેશન અંતર્ગત તાલીમ લીધેલ હતી.
- Advertisement -
હાલ સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે સૌથી વધુ સેમ્પલ એનલિસીસ માટે જરૂરી હોય તેવા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે NMR, GC-MS, HPLC, IR, TGA, UV કાર્યરત છે અને સેન્ટરમાં એનાલિસિસ માટે પણ ઘણી ફાર્મા કંપનીના સેમ્પલ એનાલિસિસ માટે સતત આવવાના ચાલુ છે.