પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો આવ્યો ક્યાંથી
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં પ્લાસ્ટિક ભરેલી દુકાનમાં મકરસંક્રાંતિના આગલા દિવસે આગ લાગતા થોડા સમય માટે નાશ ભાગ મચી ગઈ હતી બાદમાં નગરપાલિકા તંત્રના ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને આગ કાબુમાં લીધી હતી પરંતુ પ્લાસ્ટિકની વસ્તુઓ હોવાથી આગ થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ બસ સ્ટેશન રોડ ઉપર આવેલ ભરતભાઈ પોપલીયાના પ્લાસ્ટિક ભરેલ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું બનાવ બન્યો હતો.જયારે પ્લાસ્ટિક પર બેન્ડ છતાં આટલું પ્લાસ્ટિકની વસ્તુઓ આવી કેવી રીતે ? તાજેતરમાં 15 ઓગસ્ટ 2022 ના રોજ સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકના કપ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ પર વેચાણ અને વાપરવું એ મનાય છે પરંતુ જે આગ લાગી તે દુકાનમાં આટલો પ્લાસ્ટિકનો જથ્થો આવ્યો કેવી રીતે તે પણ સવાલ છે પરંતુ જે જથ્થો દુકાન રાખેલ છે તે માણાવદર નો ભરચક વિસ્તાર છે ત્યારે કોઈ મોટી ઘટના બને તો જવાબદાર કોણ ? નગરપાલિકા તંત્ર તાત્કાલિક પહોંચીને પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું આ પ્લાસ્ટિકની વસ્તુઓ પર આગ લાગવાની ઘટના બનતા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમાર ને જાણ થતા તાત્કાલિક નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ડેન્ટ પરેશ જોષી અને સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ દાવડા ને સૂચના આપીને આદેશ કરાતા તેઓએ 100 કિલો થી વધુ પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની વસ્તુઓ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી સમયમાં કાર્યવાહી કરાશે. ચીફ ઓફિસર આ અંગે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમારે જણાવ્યું હતું જે ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક વાપરવું પ્રતિબંધ છે ત્યારે પ્લાસ્ટિક વેચતા જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
માણાવદરમાં પ્લાસ્ટિક દુકાનમાં આગ મામલે તપાસના આદેશ
