ભારતની અગ્રણી ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપની ઈન્ફોસિસ (Infosys) તરફથી સારા સમાચાર આવ્યા છે. કંપનીએ કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2025માં 20 હજાર જેટલા ફ્રેશ ગ્રેજ્યુએટની ભરતી કરશે. આ જાહેરાત બાદ તાજેતરમાં પાસ આઉટ થઈ રહેલા અથવા પાસ આઉટ થવા જઈ રહેલા કોલેજ ગ્રેજ્યુએટ્સને IT જોબ ઓફરમાં ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે આ નવી આશા જાગી છે.
મની કન્ટ્રોલ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ અગાઉ કંપનીએ નાણાકીય વર્ષ 2024માં 11,900 ફ્રેશર્સની નિમણૂંક (Recruitment) કરવામાં આવતી હતી, જે નાણાકીય વર્ષ 2023માં નિમણૂંક 50,000થી વધારે ફ્રેશર્સથી 76 ટકા ઘટાડો થયો છે.
- Advertisement -
કર્મચારીઓનો ઉપયોગ 85 ટકા પર છે
ઈન્ફોસિસના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જયેશ સંઘરાજકાએ આપેલી માહિતી પ્રમાણે કંપનીના પરિણામો જાહેર કરવાના અવસર પર કહ્યું કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં અમે કડક ભરતીનો આધાર બનાવ્યો છે. અમે કેમ્પસની અંદર તથા બહાર ફ્રેશર્સની ભરતી કરવા જઈ રહ્યા છીએ.આ ત્રિમાસિક ગાળામાં 2000 કર્મચારી જેટલો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
કેવી છે આઈટી સેક્ટરમાં ભરતીની સ્થિતિ
આ વર્ષે 15-20 હજાર ફ્રેશર્સની નિમણૂંકની યોજના છે. જોકે અહીં એ વાત પર નિર્ભરતા રહેશે કે અમે વિકાસને કેવી રીતે જોઈ રહ્યા છીએ. TCS દ્વારા નાણાકીય વર્ષ 2025માં આશરે 40 હજાર ફ્રેશરની નિમણૂંક કરવામાં આવશે. આ પૈકી પ્રથમ ત્રિમાસિક ગાળામાં આશરે 11 હજાર ટ્રેઈનિ કર્મચારીની ભરતી કરવામાં આવશે.