આગામી 15 દિવસમાં ટામેટાના ભાવમાં ઘટાડો થશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વરસાદને કારણે ઉત્પાદક સેન્ટરમાંથી સપ્લાયમાં સમસ્યાને કારણે દિલ્હી-એનસીઆરમાં ટામેટાંના છૂટક ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજીના બજાર આઝાદપુર મંડીમાં ટામેટાંના જથ્થાબંધ ભાવ સોમવારે ગુણવત્તાના આધારે 60-120 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતા અને આમ જનતા તેના કારણે પરેશાન છે.
- Advertisement -
મધર ડેરીનું સફલ વેચાણ કેન્દ્ર રવિવારે 99 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરી રહ્યું હતું. સોમવારે એક ઓનલાઈન રિટેલ વિક્રેતા ટામેટા હાઈબ્રિડ રૂ. 140 પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા હતા. બિગબાસ્કેટ પર ટામેટાની કિંમત 105-110 રૂપિયા પ્રતિ કિલો હતી. માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. સરકારનું કહેવું છે કે ટામેટાંના ભાવમાં વધારો હવામાનના કારણે થયો છે. આ સમયે કિંમતો સામાન્ય રીતે ઊંચી હોય છે. આગામી 15 દિવસમાં ટામેટાના ભાવમાં ઘટાડો થઈ જશે.
આઝાદપુર ટામેટા એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું કે, વરસાદને કારણે મુખ્ય ઉત્પાદક સેન્ટરમાંથી પુરવઠો ખોરવાવાને કારણે ટામેટાંના ભાવમાં ઉછાળ આવ્યો છે. કૌશિક એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (અઙખઈ) આઝાદપુરના સભ્ય પણ છે.
વરસાદને કારણે પડોશી રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ટામેટાંનો પુરવઠો સમાપ્ત થઈ ગયો છે. હવે હિમાચલ પ્રદેશ દિલ્હી-એનસીઆર ક્ષેત્ર માટે એકમાત્ર સપ્લાયર છે. તેમણે કહ્યું કે, આ પર્વતીય રાજ્યમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લણણી અને પરિવહનને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઉત્પાદક કેન્દ્રોમાંથી વેપારીઓને ટામેટાંની પૂરતી સપ્લાય નથી મળી રહી. જેના કારણે વરસાદને કારણે ભાવમાં ઉછાળ આવ્યો છે.