મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. અમૂલે ફરી દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે.
મોંઘવારીથી જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ તેલના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.
- Advertisement -
દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે શુક્રવારે માહિતી આપી કે, અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. દરેક પ્રકારના પાઉચવાળા દૂધની કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના નવા ભાવ 3 ફેબ્રુઆરીથી લાગુ થશે.
નિવેદન અનુસાર આ સુધારા પછી અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાજાની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર હશે. જોકે, આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગુ નહીં થાય. અમૂલે કરેલો દૂઘના ભાવનો વધારો મહારાષ્ટ્ર, દિલ્હી અને કોલકત્તામાં લાગુ પડશે.
- Advertisement -
17 ઓગસ્ટે પ્રતિ લિટર રૂ.2નો કરાયો હતો વધારો
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul Federation) કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેમના દ્વારા સમગ્ર ગુજરાત, દિલ્હી-એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં ગત 17 ઓગસ્ટ 2022ના રોજ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરાયો હતો. ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.