વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને 2 વિકેટથી હરાવ્યું છે. આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. તેમજ ત્રીજી મેચ 8મી ઓગસ્ટે ગુયાનામાં રમાશે.
ભારતે 153 રનના ટાર્ગેટ વેસ્ટ ઈન્ડિઝને આપ્યો હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે નિકોલસ પૂરને 40 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેમજ શિમરોન હેટમાયર 22 અને રોવમેન પોવેલે 21 રન બનાવ્યા હતા. આ જીત સાથે વિન્ડીઝની ટીમે 5 મેચની T20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને 2 વિકેટથી હરાવ્યું છે. આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. તેમજ ત્રીજી મેચ 8મી ઓગસ્ટે ગુયાનામાં રમાશે.
- Advertisement -
2ND T20I. 18.5: Mukesh Kumar to Akeal Hosein 4 runs, West Indies 155/8 https://t.co/9ozoVNatxN #WIvIND
— BCCI (@BCCI) August 6, 2023
- Advertisement -
વેસ્ટ ઈન્ડિઝને 89 રન પર ચોથી વિકેટ પડી હતી
વેસ્ટ ઈન્ડિઝને 89 રન પર ચોથો મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય કેપ્ટન પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલને કેચ આઉટ કરાવ્યો હતો. પોવેલ માત્ર 21 રન બનાવી શક્યો હતો. આ સાથે નિકોલસ પૂરન 29 બોલમાં ફિફ્ટી કરી હતી તેમજ તેણે 67 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડરની વિકેટ લીધી હતી.
West Indies take a 2-0 lead after a thrilling climax 💪#WIvIND | 📝: https://t.co/aak7tShfGz pic.twitter.com/dF4SeXiOX4
— ICC (@ICC) August 6, 2023
ભારતે 153 રન બનાવ્યા હતા
વેસ્ટઈંડીઝને 153 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયામાં તિલક વર્મા શાનદાર રમ્યો હતો અને તેણે અડધી સદીની ઇનિંગ રમી હતી એટલે કે, 41 બોલમાં 51 રન બનાવ્યા હતા. અત્રે જણાવીએ કે, તિલક વર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પ્રથમ અર્ધસદી હતી. આ મેચમાં ઈશાન કિશને 27 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. જેમાં વેસ્ટઈડીઝની બોલિંગની વાત કરીએ તો અકીલ હુસૈન, અલઝારી જોસેફ અને રોમારિયો શેફર્ડે 2-2 વિકેટ ઝડપી હતી.
Innings Break!
After opting to bat first, #TeamIndia post a total of 152/7 on the board.
Tilak Varma top scored with 51 runs.
Scorecard – https://t.co/9ozoVNatxN… #WIvIND pic.twitter.com/WBiaV9xjBC
— BCCI (@BCCI) August 6, 2023
તિલક વર્માનો શાનદાર પ્રદર્શન
મેચમાં ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. તિલક વર્માએ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અર્ધસદી હતી. તેના સિવાય ઈશાન કિશને 27 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી અકીલ હુસૈન, અલઝારી જોસેફ અને રોમારીયો શેફર્ડે 2-2 વિકેટ ઝડપી હતી.
ફેરફાર કરવામાં આવ્યો હતો
ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. બોલર કુલદીપ યાદવ ટીમની બહાર છે. તેના સ્થાને રવિ બિશ્નોઈને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. કેપ્ટન પંડ્યાએ કહ્યું કે ઈજા બહુ ગંભીર નથી. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો 4 રને પરાજય થયો હતો.