પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ બે સપ્તાહ પહેલા જ ઈન્દોરમાં મેચ આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મુકાબલામાં પિચને લઈને ઘણી વાતો થઈ રહી છે. રમતના પહેલા જ દિવસે કુલ 14 વિકેટ પડી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુકાબલો ફરી એકવાર ત્રણ દિવસમાં સમેટાઈ જશે. હોલકર સ્ટેડિયમની પીચ પર સ્પિનરોને પહેલા દિવસે જ ખૂબ જ ટર્ન મળી રહ્યો હતો અને રમવું મુશ્કેલ બની રહ્યું હતું.
- Advertisement -
આઈસીસીની તરફથી લેવાશે પગલા!
ભારતીય ટીમના પ્રથમ ઈનિંગ લંચના થોડા સમય બાદ 109 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે 156 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હવે આઈસીસીની તરફથી ઈન્દોર ટેસ્ટના પિચના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. મેચ રેફરી ક્રિસ બ્રોડ ઈન્દોરની પિચ ખરાબ હોવાને કારણે તેની નોંધ લેશે તે નક્કી છે અને પિચને સરેરાશથી નીચેનું રેટિંગ મળવાની સંભાવના છે. નાગપુર અને દિલ્હીની પિચને સરેરાશ રેટિંગ પોઈન્ટ મળ્યા હતા, પરંતુ હવે ઈન્દોરની પિચના મામલે ICC ખૂબ જ કડક જોવા મળી રહ્યું છે.
પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ બે સપ્તાહ પહેલા જ ઈન્દોરમાં મેચ આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ક્યુરેટર્સને પિચ તૈયાર કરવા માટે પૂરો સમય મળ્યો હશે ? ત્રણેય ટેસ્ટમાં મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં આવ્યા છે, પરંતુ ત્રણ-ત્રણ દિવસમાં ટેસ્ટ મુકાબલો સમાપ્ત થવો આ મોટા ફોર્મેટ માટે ખતરાની ઘંટી સમાન છે.
ટેસ્ટ ક્રિકેટ મજાક બની ગયું છે
પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરને લાગે છે કે ભારતમાં ત્રણ દિવસમાં ટેસ્ટ સમાપ્ત થવાનું ચલણ યોગ્ય નથી. વેંગસરકરે કહ્યું, જો તમે સારું ક્રિકેટ જોવા ઈચ્છો છો તો પિચથી જ બધુ અંતર નક્કી થાય છે.તમારી પાસે એવી પિચ હોવી જોઈએ જ્યાં બેટ્સમેન અને બોલર બંનેને સમાન તક મળી શકે. જો બોલ પહેલા જ દિવસથી અને પહેલા જ સત્રથી ટર્ન થવા લાગે અને તે પણ અસમાન ઉછાળ સાથે તો તે ટેસ્ટ ક્રિકેટની મજાક ઉડાવે છે.
- Advertisement -
વેંગસરકર કહે છે ટેસ્ટ ક્રિકેટ માટે દર્શકોનું મેદાન પર આવવું સૌથી મહત્વની બાબત છે. લોકો ત્યારે જ ટેસ્ટ ક્રિકેટ જોવા આવશે જો તે રસપ્રદ હશે. કોઈ પણ દર્શક બોલરોને પ્રથમ સત્રથી જ બેટ્સમેન પર દબદબો બનાવતા નહી જોવા માંગે.ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી મેથ્યુ હેડન પણ ઈન્દોરની પિચથી નાખુશ છે.
મેથ્યુ હેડન પણ પિચથી નારાજ છે
હેડને કહ્યું,કોઈપણ રીતે સ્પિનરોએ છઠ્ઠી ઓવરથી જ બોલિંગ માટે ન આવવું જોઈએ. એટલા માટે હું આવી પિચોને પસંદ નથી કરતો. પહેલા દિવસથી પિચ એટલી ટર્ન લેતી હોય તેવી ન હોવી જોઈએ. ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ જીતે કે ભારત જીતે તેનાથી કોઈ ફરક પડતો નથી. આવી પીચો ટેસ્ટ ક્રિકેટ માટે સારી નથી.