સવારના 8થી 12, સાંજે 6થી 10 સુધીના વીજ-ગ્રાહકો પાસેથી ઊંચો વીજદર વસૂલાશે: સવારના તથા સાંજના પીકઅવર્સમાં 20% વધુ ભાવ વસૂલવામાં આવશે
કેન્દ્રીય વીજળી મંત્રાલય નવી નીતિ પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં ઔદ્યોગિક તથા કમર્શિયલ વીજગ્રાહકોને એપ્રિલ-2024થી તથા રહેણાંકના વીજગ્રાહકોને એપ્રિલ-2025થી ત્રિ-સ્તરીય વીજદર લાગુ પડશે, જેને કારણે સવારના તથા સાંજના પીકઅવર્સમાં 20 ટકા વધુ ભાવ વસૂલવામાં આવશે.
- Advertisement -
સવારના પીકઅવર્સ 8થી 12 અને સાંજના પીકઅવર્સ 6થી 10 ગણવામાં આવશે. ત્રિસ્તરીય વીજદરની નીતિ પ્રમાણે બીજા બે સ્તરમાં-બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધીનો સમય સોલાર ટેરિફનો ગણાશે. જ્યારે સામાન્ય વીજટેરિફનો સમય રાતના 10થી બીજા દિવસના સવારના 8 વાગ્યા સુધીનો ગણાશે, જેમાં વીજળી સસ્તા દરે ઉપલબ્ધ થશે, અલબત્ત, વીજળી મેળવવાનો આ ગાળો એક વખત પસંદ કર્યા બાદ બદલી શકાશે નહીં, જો વીજગ્રાહક રાતના સમય ઉપરાંત દિવસે પણ વીજળી માગે તો આવા ગ્રાહકને રાત્રિ સમયે ઓછા દરની વીજળીનો લાભ મળશે નહીં. ગુજરાતમાં અત્યારે કેવળ હાઈટેન્શનની વીજળી વાપરતા ઔદ્યોગિક એકમોને પીકઅવર્સમાં 20 ટકા મોંઘી વીજળી આપવામાં આવે છે.
અલબત્ત, પ્રતિકલાકે 10 કિલોવોટથી વધુ લોડની વીજળી વાપરતા તમામ એલ.ટી. તથા એચ.ટી.ગ્રાહકોને અને કમર્શિયલ ગ્રાહકોને પીકઅવર્સમાં 20 ટકા વધારે રેટ એપ્રિલ-2024થી લાગુ પડશે. કેન્દ્રની નવી નીતિનો મતલબ એ થયો કે જો યુનિટદીઠ સરેરાશ રૂ.5નો રેટ હોય તો આ રેટ રાત્રિના 10થી સવારના 8 વાગ્યા સુધી વીજળી વાપરતા ગ્રાહકોને આ રેટ લાગુ પડશે. જ્યારે સવારના 4 કલાકના પીકઅવર્સમાં આ રેટમાં એક રૂપિયાનો વધારો થશે, એટલે કે રેટ રૂ.5થી વધીને રૂ.6 લાગુ.