આવતા વર્ષ માટે G20 સમિટની અધ્યક્ષતાની જવાબદારી ઇન્ડોનેશિયાએ ભારતને આપી દીધી છે. જેની સાથે જ આજં બીજા દિવસે G20ના બાલીમાં શીખર સમ્મેલ્લન પૂર્ણ થયું છે. હવે આવતા વર્ષ થનારા સમેલ્લનની અધ્યક્ષતા ભારત કરશે. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, G20ની અધ્યક્ષતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. અમે પોતાના અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં બેઠકનું આયોજન કરશું. અમારા અતિથિઓને ભારતની વિશેષતા, વિવિધતા, વિવિધ પરંપરાઓ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો પૂરો અનુભવ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓની ભાગીદારી વગર દુનિયાનો વિકાસ શક્ય જ નથી. અમે પોતે G20 એજન્ડામાં મહિલાઓના નેતૃત્વને પ્રાથમિકતા આપીએ છિએ. હું આશ્વાસન આપું છું કે, ભારતની G20ની અધ્યક્ષતા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી હશે. અમારો પ્રયત્ન રહેશે કે G20 નવા વિચારોની પરિકલ્પના તેમજ ગ્રુપ એક્શનને વેગ આપવા માટે એક ગ્લોબલ પ્રાઇમ મૂવરની જેમ કામ કરશે.
- Advertisement -
#WATCH इंडोनेशिया के राष्ट्रपति जोको विडोडो ने बाली शिखर सम्मेलन के समापन समारोह में भारत को G20 की अध्यक्षता सौंपी।
भारत 1 दिसंबर से आधिकारिक तौर पर G20 की अध्यक्षता ग्रहण करेगा। pic.twitter.com/ie9Jkb9QkP
— ANI_HindiNews (@AHindinews) November 16, 2022
- Advertisement -
G20 ની સામે દુનિયાની આશાભરી દષ્ટિ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત G20 ની જવાબદારી એવા સમયે લઇ રહ્યું છે, જાયરે દુનિયા જિયો પોલિટિકલ તણાવ, આર્થિક મંદી, ઉર્જાની વધતી કિંમતો, મહામારી જેવા દુષ્પ્રભાવો સહિત અનેક મુશ્કેલીઓ સામે લડી રહી છે. એવા સમયમાં વિશ્વ G20 ની તરફ આશા ભરી નજરે જોઇ રહ્યું છે.
As always, an excellent meeting with President @EmmanuelMacron. We had in-depth discussions on various issues including boosting cooperation in defence, nuclear energy and food security. Close India-France ties are a force of great global good. 🇮🇳 🇫🇷 pic.twitter.com/HOQ9di75g4
— Narendra Modi (@narendramodi) November 16, 2022
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંની સાથે વડાપ્રધાને કરી મુલાકાત
G20 દરમ્યાન વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોંની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ, જેના વિશે વડાપ્રધાને ટ્વિટ કરતા કહ્યું કે, હંમેશાની જેમ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોની સાથે એક સારી વાતચીત થઇ. આ દરમ્યાન તેમણે પરમાણુ ઉર્જા, ખાદ્ય સુરક્ષામાં સહયોગ વધારવા સહિત વિવિધ મુદા પર ચર્ચા કરી. જેની સાથે જ વડાપ્રધાને કહ્યું કે, ભારત- ફ્રાંસની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ મહાન વૈશ્વિક ભલાઇની તાકાત છે.
Delighted to meet Chancellor Scholz. This is our third meeting this year and we built on the strong ground covered during the Inter Governmental Consultations held earlier. We discussed ways to boost economic ties, defence collaboration and other important issues. @Bundeskanzler pic.twitter.com/SdbA4mMNSD
— Narendra Modi (@narendramodi) November 16, 2022
જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્જ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત
G20 શિખર સંમેલ્લન દરમ્યાન જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્જ અને વડાપ્રધાનની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ, જેના વિશે ટ્વિટ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચાંસલરને મળીને પ્રસન્નતા થઇ. આ વર્ષ અમારી આ ત્રીજી બેઠક છે, જેમાં આર્થિક સંબંધો, સુરક્ષા સહયોગ, અને બીજા મહત્વપૂર્ણ મુદા પર સહયોગ વધારવા માટેના પ્રયાસોને લઇને ચર્ચા થઇ.