દિલ્હીમાં આયોજીત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રીય સંવાદ-2022 કરવામાં આવ્યો છે. હિંદ-પ્રશાંત ક્ષેત્રીય સંવાદના ચોથી આવૃત્તિની શરૂઆત 23 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં થઇ છે. જે 25 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આ કાર્યક્રમ ભારતીય નૌ-સેનાનું ઉચ્ચ-સ્તરીય આથંરરાષ્ટ્રીય વાર્ષિક સંમ્મેલન છે, જે આપણા બધા માટે ફાયદાકારક છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થઇત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર ના કેવળ ક્ષેત્રીય પરંતુ વ્યાપક વૈશ્વિક સમુદાયના આર્થિક વિકાસ માટે બહુ મહત્વપૂર્ણ બની ગયો છે. ઇન્ડો-પેસિફિક વર્ષોથી વેપારને વધઆરવા માટે મદદ કરે છે. વૈશ્વિક સમુદાય તેના માટે કેટલાય મંચ અને એજન્સીઓના માધ્યમથી કામ કરી રહ્યા છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સૌથી મુખ્ય છે. હવે આપણે સામૂહિક સુરક્ષાના ભાગરૂપે તેમના હિતો અને તેની માટેની સુરક્ષાના સ્તર પર વધારવાની આવશ્યકતા છે.
- Advertisement -
India should strive for win-win situation for all: Rajnath Singh at Indo-Pacific dialogue
Read @ANI Story | https://t.co/3WEbvbud4e#RajnathSingh #IndoPacificDialogue #India pic.twitter.com/pO1wHh7m7X
— ANI Digital (@ani_digital) November 25, 2022
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, મારો દઢ વિશ્વાસ છે કે, જો સુરક્ષા વાસ્તવમાં એક સામૂહિક ઉપક્રમ બની જાય, તો અમે એક વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે વિચારી શકિએ, જે આપણા બધા માટે ફાયદાકારક છે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા પૂર્વ નેવીના પ્રમુખ એડમિરલ આર, હરિ કુમારએ જણાવ્યું કે, ભારતના ભૂગોળ દ્વારા હિંદ પ્રશંતમાં એક સુવિધાજનક સ્થાન મળ્યું છે અને ભારત આ ક્ષેત્રના સમગ્ર વિકાસ અને સમુદ્ધિમાં એક સક્રિય યોગદાનકર્તા રહ્યા છે. એડમિરલને સમુદ્ર ક્ષેત્રના 3 પાસાઓ- સુરક્ષા, અર્થવ્યવસ્થા અને પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે, કોઇપણ રીતે IPOI(ઇન્ડો- પૈસિફિક ઓશન ઇનિશિએટિવ) ત્રણેય ડોમેનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.