ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પોતાની બીજી અને અંતિમ વોર્મ-અપ મેચ જીતી ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ મેદાનમાં આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રન બનાવતા અટકાવી દીધા હતા. રવિચંદ્રન અશ્વિને બે બોલમાં બે વિકેટ લીધી હતી ત્યાં જ રવિન્દ્ર જાડેજાએ પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને પેવેલિયન ભેગો કર્યો હતો પરંતુ બાદમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેચમાં વાપસી કરીને નિર્ધારિત 20 ઓવરના અંતે 5 વિકેટ પર 152 રન ફટકાર્યા હતા. બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. કેએલ રાહુલે ગત મેચ માફક તાબડતોડ બેટિંગ કરી હતી અને 31 બોલંમાં 39 રન ફટકાર્યા હતા જેમા તેણે 2 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ પણ વર્લ્ડકપ 2021ની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે અણનમ 38 રન બનાવ્યા હતા ત્યાં જ હાર્દિક પંડ્યાએ પણ અણનમ 14 રન બનાવ્યા હતા. આમ ભારતીય ટીમે બીજી વોર્મ-અપ મેચમાં 13 બોલ બાકી રહેતા જ 153 રન બનાવીને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આજની મેચ સાથે ભારત પોતાની બંને વોર્મ-અપ મેચ જીતી ગયું છે.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા Whats App Group સાથે…
https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR
નેધરલેન્ડ્સને હરાવી નામિબિયાએ સુપર-12ની રેસ રોમાંચક બનાવી
ડેવિડ વાઇસેના આક્રમક 66 રન તથા સુકાની ગેરાર્ડ ઇરાસ્મસ (32) સાથે તેણે ચોથી વિકેટ માટે નોંધાવેલી 93 રનની ભાગીદારીની મદદથી નામિબિયાએ ટી20 વર્લ્ડ કપના ગ્રૂપ-એની મેચમાં નેધરલેન્ડ્સની ટીમને છ બોલ બાકી રાખીને છ વિકેટે પરાજય આપ્યો હતો. ઈંઈઈની મેગા ઇવેન્ટમાં પદાર્પણ કરનાર નામિબિયાનો પ્રથમ રાઉન્ડમાં આ પ્રથમ વિજય પણ રહ્યો હતો. આ વિજય સાથે નામિબિયા પણ હવે સુપર-12 સ્ટેજમાં સ્થાન મેળવવા માટેની દાવેદાર બની ગઇ છે. તેણે પ્રથમ રાઉન્ડના અંતિમ મુકાબલામાં આયર્લેન્ડને હરાવવું પડશે.
- Advertisement -
નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ Youtube ચેનલને Subscribe કરો અને શેર કરો
https://youtube.com/c/KhasKhabarRajkot