ભારતની ઈન્ડિગોનું નામ દુનિયાની સૌથી ખરાબ એરલાઈન્સની યાદીમાં 103 પર : વિશ્વની સૌથી ખરાબ એરલાઇન ટ્યુનિસ એર જે 109માં ક્રમે
ભારતની ઈન્ડિગોનું નામ દુનિયાની સૌથી ખરાબ એરલાઈન્સની યાદીમાં સામેલ થઈ ગયું છે. એર હેલ્પ ઈકએ શ્રેષ્ઠ અને સૌથી ખરાબ પ્રદર્શન કરતી એરલાઇન્સનું વાર્ષિક વિશ્લેષણ બહાર પાડ્યું છે. એરહેલ્પ સ્કોર રિપોર્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીનાં ડેટા પર આધારિત છે.
- Advertisement -
એરલાઇન રેન્કિંગ સિસ્ટમ વિશ્વભરનાં ગ્રાહકોનાં દાવાઓ, તેમજ બાહ્ય ડેટા કે, જે દરેક ફ્લાઇટ માટે સમયસર આગમન અને પ્રસ્થાનને ટ્રેક કરે છે, તેમજ 54 થી વધુ દેશોનાં મુસાફરોની તેમની સૌથી તાજેતરની ફ્લાઇટમાં ભોજન વિશેની સમીક્ષાઓ, બિઝનેસ પરની મુસાફરી, ક્રૂની ગુણવત્તા અને કામગીરી, આરામ અને સર્વિસ પરનાં પ્રતિસાદ પર આધારિત હોય છે.
એરહેલ્પના ચીફ એક્ઝિક્યુટિવ ટોમસ પાવલિસિન કહે છે કે તેનો ઉદ્દેશ્ય એરલાઇનની કામગીરીનો સ્નેપશોટ આપવાનો છે, એવી આશા સાથે કે આ વિશ્લેષણ “એરલાઇન્સને મુસાફરોના પ્રતિસાદને સતત સાંભળવા માટે અને વધુ સારી સર્વિસ આપવા માટે પ્રોત્સાહિત કરશે.”
સૌથી ખરાબ એરલાઇન ટ્યુનિસ એર
વિશ્વની સૌથી ખરાબ કામગીરી કરનાર એરલાઇન ટ્યુનિસ એર છે, જે 109માં ક્રમે છે.આમાં કેટલીક ઓછી કિંમતની એરલાઇન્સ પણ છે. જેમાં બઝ, પોલિશ એરલાઇનનો સમાવેશ થાય છે. બલ્ગેરિયા એર, ટર્કિશ એરલાઇન પેગાસસ એરલાઇન્સ અને એર મોરિશિયસનો પણ સમાવેશ પણ થાય છે. પરંતુ, આ લીસ્ટમાં ટોપ 50 માં નોર્થ અમેરિકન એરલાઇન્સ જેટબ્લ્યુ અને એર કેનેડાનો પણ સમાવેશ છે.
- Advertisement -
ટ્યુનિસ એર સૌથી ખરાબ પ્રદર્શન કરતી એરલાઇનનું બિરુદ જાળવી રાખે છે, ત્યારબાદ રાયનએર અને એર લિન્ગસ જે આઇએજી એસએની પેટાકંપની છે, જે બ્રિટિશ એરવેઝ અને સાઇબેરિયાની પણ માલિકી ધરાવે છે.
શ્રેષ્ઠ એરલાઇન
વૈશ્વિક લેબલ પર સર્વશ્રેષ્ઠ એરલાઇન બ્રસેલ્સ એરલાઇન્સ છે. તે ડોઈશ લુફ્થાન્સા એજીનો ભાગ છે, જેણે કતાર એરવેઝને ટોચનાં સ્થાનેથી બીજા સ્થાને ધકેલી દીધું છે. આ બેલ્જિયમની રાષ્ટ્રીય એરલાઇન માટે નોંધપાત્ર સુધારો છે જે ગયાં વર્ષે 12 માં ક્રમે હતી.
યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ બંને ટોપ-5 માં પહોંચી જે અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે હતી. કેનેડિયન એરલાઇન એર ટ્રાન્સેટ 36 માં ક્રમે, ડેલ્ટા એર લાઇન્સ 2023 માં નંબર 11 થી ઘટીને 17 માં નંબર પર આવી છે. હવાઇયન હોલ્ડિંગ્સ ઇન્ક, અલાસ્કા એરલાઈન્સ સાથેનાં વિલીનીકરણને કારણે અલાસ્કા એરલાઈન્સ પણ આ વર્ષે 30થી વધુ સ્થાનો ઘટીને નંબર 88 પર આવી ગઈ છે.
વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્સ
સ્કાય એક્સપ્રેસ……100 માં ક્રમે
એર મોરેશિયસ……101 માં ક્રમે
ટેરોમ…….02 માં ક્રમે
ઈન્ડિગો….103 માં ક્રમે
પેગાસસ એરલાઇન્સ……104 માં ક્રમે
અલ અલ ઇઝરાયેલી એરલાઇ…105 માં ક્રમે
બલ્ગેરિયા એર…..106 માં ક્રમે
નોવલ એર……107 માં ક્રમે
બઝ એર……108 માં ક્રમે
ટ્યુનિસએર…..109 માં ક્રમે
વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સ
1. બ્રસેલ્સ એરલાઇન્સ
2. કતાર એરવેઝ
3. યુનાઇટેડ એરલાઇન્સ
4. અમેરિકન એરલાઇન્સ
5. પ્લે (આઇસલેન્ડ)
6. ઑસ્ટ્રિયન એરલાઇન્સ
7. એલઓટી પોલિશ એરલાઇન્સ
8. એર અરેબિયા
9. વિડેરો
10. એર સર્બિયા