T20 વર્લ્ડ કપની મહત્વની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું. ભારતે આફ્રિકન ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 133 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૂર્ય કુમારે 40 બોલમાં 68 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ચાર અને વેઈન પાર્નેલે ત્રણ વિકેટ લીધી હતી.
- Advertisement -
દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ આફ્રિકાની ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આફ્રિકન ટીમની જીતના હીરો એડન માર્કરામ અને ડેવિડ મિલર હતા, જેમણે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મિલરે અણનમ 59 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે એડન માર્કરામે 52 રનનું યોગદાન આપ્યું હતું. માર્કરામે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ગ્રુપ-2 ટેબલમાં નંબર વન પર આવી ગયું છે. તે જ સમયે, ભારત હવે બીજા નંબર પર સરકી ગયું છે.
ડેવિડ મિલર માટે વર્ષ 2022 શાનદાર રહ્યું છે. તેણે આજે ફરી એકવાર આ વાત સાબિત કરી છે. ડેવિડ મિલર વર્ષ 2022માં T20માં રનનો પીછો કરતા 16 ઇનિંગ્સમાં 14 વખત નોટઆઉટ રહ્યો છે. આ દરમિયાન તેની એવરેજ 280.50 અને સ્ટ્રાઈક રેટ 154 હતો.
#TeamIndia fought hard but it was South Africa who won the match.
- Advertisement -
We will look to bounce back in our next game of the #T20WorldCup . 👍 👍
Scorecard ▶️ https://t.co/KBtNIk6J16 #INDvSA pic.twitter.com/Q6NGoZokuE
— BCCI (@BCCI) October 30, 2022
ભુવનેશ્વર કુમાર છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. પ્રથમ બોલ ડોટ બોલ હતો. બીજા બોલ પર સિંગલ. તે જ સમયે, મિલરે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. મિલરે છેલ્લા બોલ પર સિંગલ ફટકારીને દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટથી જીત અપાવી હતી.
સારા ફોર્મ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચેલા કેએલ રાહુલનું બેટ T20 વર્લ્ડ કપ શરુ થતા જ શાંત થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટની ત્રીજી મેચમાં પણ ભારતને સારી શરુઆત આપવામાં નિષ્ફળ રહ્યો હતો. પાંચમી ઓવરમાં તેણે 14 બોલમાં માત્ર 9 રન બનાવીને ચાલતી પકડી હતી. લુંગી એનગીડીની ઓવરમાં ભારતને બે ઝટકા લાગ્યા. જેમાં પહેલા બોલ પર કપ્તાન રોહિત શર્મા આઉટ થયા અને છેલ્લા બોલ પર રાહુલ આઉટ થયા.
કેવી રીતે આઉટ થયો રાહુલ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાં પાસે બે વિકલ્પ હતા. પ્રથમ માર્કો યાનસેન અને બીજો લુંગી એનગીડી, એમણે લુંગી એનગીડી પર દાવ લગાવ્યો હતો. પોતાની પ્રથમ ઓવરના બીજો બોલ પર દક્ષિણ આફ્રિકાના પ્રેસરથી રોહિત શર્માને શોર્ટ બોલ પર આઉટ કર્યા હતા. ત્યારે આ ઝટકામાંથી ટીમ ઇન્ડીયા બહાર આવી ન હતી ત્યાં તો છેલ્લા બોલે બીજી વિકેટ લીધી.