ગ્લોબલ વોર્મીંગ વધતું તાપમાન મૌસમી ફેરફારનું મોટું કારણ
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જે રીતે ભારે વરસાદ પડ્યો અને પૂર આવ્યું તેનાથી સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, ભારતમાં ’ફ્લડ મેપ’ બદલાઈ રહ્યો છે. કારણ કે, પહેલા મેપમાં પૂરનો ખતરો માત્ર યુપી, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં જ દેખાઈ રહ્યો હતો. હવે ’શહેરી જળપ્રલય’ની સીમા વધી રહી છે. સરકારને નવો નકશો બનાવવાની જરૂર છે.
- Advertisement -
સમગ્ર દેશમાં વરસાદનું હવામાન બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસું મોડું વિદાઈ લેશે. તેનું કારણ બંગાળની ખાડી અને અરબ સાગરની ઉપર બનતું ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયો. હવે તુફાનનું નવું પેટર્ન આવી ગયું છે. તે જમીન પર છે અને પછી ત્યાંથી ખસીને સમુદ્રમાં ચાલ્યું જાય છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે.
દેશના જે વિસ્તારો પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે ભારે વરસાદ પડી રહ્યો છે. ભયાનર પૂર આવી રહ્યું છે અથવા તો બંને જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારો ગંગા-બ્રહ્મપુત્રા બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ અને અરુણાચલ પ્રદેશ છે. પરંતુ હવે તો દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક હિસ્સામાં પણ પૂર આવી રહ્યું છે.
IPE Global અને ESRI-Indiaના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 80% જિલ્લામાં છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બંનેમાં જ વધારો થયો છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની જણાવી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂરમાં ફેરવાઈ ગયા છે. પરંતુ હવે દુષ્કાળથી વધુ પૂરનો સામનો કરનારા 149 જિલ્લા છે. બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આસામના 60% જિલ્લાઓ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ભારે હવામાનની આફતનો સામનો કરે છે. 2036 સુધીમાં આવી આફતથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે.
- Advertisement -
આ સ્ટડી કરનારા પ્રમુખ વિજ્ઞાનીએ જણાવ્યું કે, હવે ગરમી જમીન પરથી વહીને સમુદ્ર તરફ જઈ રહી છે. જેમ કે તાજેતરમાં ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થયું. જેના કારણે દરિયાની ગરમી વધુ વધી રહી છે. તે હવામાનને અસર કરે છે.જેવી રીતે દક્ષિણ ભારતમાં શ્રીકાકુલમ, કટક, ગુંટુર અને બિહારના પશ્ચિમ ચંપારણ જે પહેલા પૂર માટે જાણીતા હતા, હવે તેઓ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ ખાસ કરીને મેદાની વિસ્તારોમાં થઈ રહ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે ચોમાસા દરમિયાન વાતાવરણ થોડું ઠંડું હતું. પરંતુ આ વખતે ગરમી ઓછી નથી થઈ રહી. પૂર્વી રાજ્યોમાં સૂખા અને ગરમ દિવસોની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગના પૂર્વ વિજ્ઞાની આનંદ શર્માએ કહ્યું કે, જળવાયુ પરિર્તન અને વધતું તાપમાન આ પ્રકારના મોસમી ફેરફારોનું સૌથી મોટું કારણ છે. તેથી તે મહત્વનું છે કે તેને કોઈપણ રીતે અટકાવવામાં આવે. નહિંતર એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે છે. આ ખૂબ જ ભયાનક પણ હોઈ શકે છે.