ફેબુ્આરીમાં આયાત 12.16 ટકા વધીને 60.11 અબજ ડોલર : વેપાર ખાધ વધીને 18.7 અબજ ડોલર: ફેબુ્રઆરીમાં સોનાની અયાાત 133.82 ટકા વધીને 6.15 અબજ ડોલર
એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસ 15.9 ટકા વધીને 9.94 અબજ ડોલર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ફેબુ્આરીમાં ભારતની નિકાસ 11.9 ટકા વધીને 41.4 અબજ ડોલર રહી છે જે ચાલુ નાણાકીય વર્ષની સૌથી વધુ માસિક નિકાસ છે. એન્જિનિયરિંગ ગુડ્ઝ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ફાર્મા પ્રોડક્ટની નિકાસ વધવાને કારણે ફેબુ્રઆરીમાં દેશની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે.
બીજી તરફ ફેબુ્રઆરીમાં આયાત 12.16 ટકા વધીને 60.11 અબજ ડોલર રહી છે. સોનાની આયાત વધવાને કારણે ફેબુ્આરીમાં દેશની આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે.આ સાથે જ ફેબુ્રઆરીમાં વેપાર ખાધ 18.7 અબજ ડોલર રહી છે.
ફેબુ્આરી, 2023માં વેપાર ખાધ 16.57 અબજ ડોલર રહી હતી. ફેબુ્રઆરી, 2023માં દેશની આયાત 53.58 અબજ ડોલર રહી હતી.
વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબુ્રઆરીમાં સોનાની અયાાત 133.82 ટકા વધીને 6.15 અબજ ડોલર રહી છે. એપ્રિલથી ફેબુ્આરી સુધીના સમયમાં સોનાની કુલ આયાત 44 અબજ ડોલરની રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 38.76 ટકા વધારે છે.
- Advertisement -
પત્રકારો સાથેની વાતચીતમાં વાણિજય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ, કેટલાક દેશોમાં મંદી સહિતની અનેક મુશ્કેલીઓ છતાં ફેબુ્રઆરીમાં દેશની નિકાસના આંકડા પ્રોત્સાહજનક રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા 11 મહિનાના આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ફેબુ્રઆરીમાં દેશની નિકાસના આંકડા છેલ્લા 11 મહિનાના સૌથી વધુ છે. ફેબુ્રઆરીમાં એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસ15.9 ટકા વધીને 9.94 અબજ ડોલર રહી છે જે ફેબુ્રઆરી, 2023માં 8.58 અબજ ડોલર હતી. ઇલેકટ્રોનિક ગુડ્ઝની નિકાસ 54.81 ટકા વધીને 3 અબજ ડોલર રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં 1.94 અબજ ડોલર હતી.