કવરત્તી ખાતે INS ટાપુરક્ષક બાદ લક્ષદ્વીપમાં ઈંગજ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે
ખાસ-ખબર સંવાદદાતા
હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં ઈંગજ જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે. આજથી તેનું ઓપરેટિંગ શરૂ થશે. કવરત્તી ખાતે ઈંગજ ટાપુરક્ષક બાદ લક્ષદ્વીપમાં ઈંગજ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમએ થોડા દિવસ પહેલા અહીં એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ હવે ઈંગજ જટાયુ કાર્યરત થશે. અહેવાલો અનુસાર, લક્ષદ્વીપમાં નેવી બેઝના નિર્માણ પાછળ ભારતના સ્પષ્ટ ઉદ્દેશ્યો છે. ભારત અરબ સાગરમાં મોટી શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપ નામનો અર્થ થાય છે ’એક લાખ ટાપુ’. આ ટાપુ કોચ્ચિથી લગભગ 440 કિમી દૂર સ્થિત છે અને 36 ટાપુઓનો ટાપુ સમૂહ છે. તેનો કુલ વિસ્તાર માત્ર 32 ચોરસ કિલોમીટર છે. લક્ષદ્વીપ હિંદ મહાસાગરમાં કોરલાઇન ટાપુઓની શ્રેણીનો એક ભાગ છે. તેમાં દક્ષિણમાં માલદીવ અને ભૂમધ્ય રેખાની દક્ષિણમાં ચાગોસ ટાપુઓ સામેલ છે. હિંદ મહાસાગરમાં તેનું સ્થાન જોતાં, લક્ષદ્વીપ ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. નેવલ બેઝની સ્થાપના એ ટાપુઓના વિકાસ તરફ ભારત સરકારનું મુખ્ય ફોકસ દર્શાવે છે.