બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગઇકાલે ભારતીય બોક્સરે ફાઇનલમાં જગ્યા બનાવી ગોલ્ડ મેડમ જીત્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
- Advertisement -
બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગઇકાલે ભારતીય બોક્સરે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પુરૂષ બોક્સર અમિત પંઘાલે પોતાની સેમીફાઈનલ મેચ જીતી લીધી હતી. અમિતે મેન્સ ફ્લાયવેટ કેટેગરી (48-51 કિગ્રા)ની સેમિફાઇનલ મેચમાં ઝામ્બિયન બોક્સર પેટ્રિક ચિનયેમ્બાને હરાવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં 5 જજે પંખાલને 10 પોઈન્ટ આપ્યા હતા. બીજા રાઉન્ડમાં 5માંથી 4 જજે ભારતીય બોક્સરને 10-10 પોઈન્ટ આપ્યા હતા.
ભારતીય બોક્સર નીતુએ પણ ગોલ્ડ મેડલ જીત્યો
- Advertisement -
ભારતીય બોક્સર નીતુએ ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો ગોલ્ડ મેડલ છે. તેણે આ ગેમ્સમાં ભારતને 14મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ તરફ ભારતીય મહિલા ટીમે શૂટઆઉટમાં પહોંચીને મેચ જીતી લીધી હતી. ભારતે ત્રણ ગોલ કર્યા હતા અને ગોલકીપર સવિતાએ ત્રણ ગોલ બચાવ્યા હતા. 16 વર્ષ બાદ મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહી. તો વળી પ્રિયંકા ગોસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી બતાવ્યો છે. તે 10 હજાર મીટર રેસ વોકમાં મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા એથલીટ બની ગઈ છે. પ્રિયંકાએ 43:38.82 માં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ તરફ પીવી સિંધુએ સિંગાપોરની યેઓને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી અને પોતાનો મેડલ સુનિશ્ચિત કર્યો. આ રોમાંચક મેચમાં સિંધુએ 21-19, 21-17થી મેચ જીતી લીધી હતી.