જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ
ફ્રાન્સ સામે ભારતે આખરી પળોમાં બે ગોલ ફટકાર્યા છતાં મેચ ગુમાવી 4-5થી ગુમાવી
ઓડિશામાં શરૂ થયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પ્રથમ ગૂ્રપ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારતનો ફ્રાન્સ સામે 4-5થી પરાજય થયો હતો. વર્લ્ડ રેન્કિંગમાં છેક 26મું સ્થાન ધરાવતા ફ્રાન્સે એક તબક્કે 5-2થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ખેલાડીઓએ આખરી મિનિટોમાં બે ગોલ ફટકાર્યા હતા. જોકે આખરે ટીમને એક ગોલના અંતરથી હારનો સામનો કરવો પડયો હતો. હવે આજે ગુરુવારે ભારત બીજી ગૂ્રપ મેચમાં કેનેડા સામે સાંજે 7.30થી રમશે. આ મેચમાં ભારતે મોટા માર્જીનથી જીતવું પડશે.