ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો.
66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards 2024)નું સોમવારે અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ્સમાં ભારતીય કલાકારોએ ધૂમ મચાવી છે. ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે.
- Advertisement -
શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ’ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.
SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso
— Ricky Kej (@rickykej) February 4, 2024
- Advertisement -
શંકર મહાદેવને આ ગ્રેમી એવોર્ડ તેમની પત્નીને સમર્પિત કર્યો
આ એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે શંકર મહાદેવને કહ્યું, ‘ભગવાન, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર… અમને દેશ પર ગર્વ છે. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેમના માટે ગીતના દરેક સ્વર સમર્પિત છે. લવ યુ.’
ઝાકિર હુસૈન સહિત દેશના ચાર સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યા
ગાયક શંકર મહાદેવન અને તબલા વાદક ઝાકિર હુસૈન સહિત દેશના ચાર સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યા. ગ્રેમી એવોર્ડ્સ 2024માં, ભારતના 4 તેજસ્વી સંગીતકારોને આલ્બમ ‘શક્તિ’ માટે ગ્રેમી એવોર્ડ્સનું સન્માન મળ્યું. આ ચાર કલાકારોમાં શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયક્રમ, ગણેશ રાજગોપાલન, ઝાકિર હુસૈનનો સમાવેશ થાય છે.