હાલ ભારતની અંતરિક્ષ અર્થ વ્યવસ્થા 8 અબજ ડોલર છે, વર્ષ 2025 સુધીમાં 13 અબજ ડોલરને પાર થઈ જશે: અમેરિકી આંતર રાષ્ટ્રીય વ્યવસ્થાપન કંપની આર્થર ડી.લિટીલનાં રિપોર્ટમાં ખુલાસો: વર્ષ 2030 સુધીમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે
ગઈકાલે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટીને ચુમી લીધી હતી. તેની સાથે ભારતે પોતાની અંતરિક્ષ ક્ષમતાનો દુનિયાને પરિચય આપી દીધો હતો. દુનિયાની પાંચમી અર્થ વ્યવસ્થા બની ચુકેલ ભારતનું અંતરીક્ષ માર્કેટ વર્ષ 2040 સુધીમાં 100 અબજ ડોલરને પાર થઈ શકે છે. અમેરિકી આંતર રાષ્ટ્રીય વ્યવસ્થાપન કંપની આર્થર ડી.લીટલે એક રિપોર્ટમાં આ અનુમાન લગાવ્યું છે.
- Advertisement -
હાલના સમયમાં દેશની અંતરિક્ષ અર્થ વ્યવસ્થા આઠ અબજ ડોલર છે. દુનિયાની અંતરીક્ષ અર્થ વ્યવસ્થામાં ભારતની ભાગીદારી માત્ર 2 ટકા છે. વર્ષ 2025 સુધી ભારતીય અંતરીક્ષ અર્થ વ્યવસ્થા 13 અબજ ડોલરને પાર થઈ જશે. દુનિયાની અંતરીક્ષ અર્થ વ્યવસ્થા એક ટ્રિલીયન ડોલરથી વધુ થઈ જશે.
ભારત પર દુનિયાની નજર
ભારત સરકારે 1999 બાદ અંતરીક્ષ ક્ષેત્રમાં બે અબજ ડોલરનો ખર્ચ કર્યો છે.34 દેશોનાં 381 ઉપગ્રહ છોડયા છે અને તેના માધ્યમથી 279 અબજ ડોલરની કમાણી કરી છે. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દુનિયાની છઠ્ઠી મોટી અંતરીક્ષ એજન્સી છે. અનુમાન છે કે આગામી દિવસોમાં અનેક દેશ પોતાના અંતરીક્ષ મિશન ઈસરોની મદદથી પૂરા કરશે
ભારતનું સ્પેસ સ્ટેશન
ઈસરો અંતરીક્ષમાં પોતાનું ખુદનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની તૈયારીમાં છે. ઈસરોનો દાવો છે કે વર્ષ 2030 સુધીમાં ભારતનું પોતાનું અંતરીક્ષ સ્ટેશન હશે. કેન્દ્ર સરકારનાં આ સ્પેસ અંતર્ગત અંતરીક્ષ સાથે જોડાયેલા 111 સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ છે. આ સ્ટાર્ટઅપે 24,535 કરોડ ડોલરનું ફંડ એકત્ર કર્યું છે.
- Advertisement -
અડધી દૂનિયામાં અંતરીક્ષ ક્ષેત્રમાં હોડ
દુનિયાનાં 90 દેશ અંતરીક્ષ ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહ્યો છે. 10 હજારથી વધુ કંપનીઓ આ ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
હોલિવુડ અને બોલીવુડની ફિલ્મનાં બજેટથી પણ ઓછા ખર્ચમાં ચંદ્રયાન-3 મિશન
સ્વદેશીકરણ અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસીત ટેકનિકનાં કારણે મિશનનાં ખર્ચમાં મોટી બચત થઈ
ભારતે અગાઉ મંગલ મિશન હાથ ધર્યુ હતું. જે ખુબ સસ્તાદરે પાર પડયુ હતું અને ગઈકાલે સફળ થયેલુ ચંદ્રયાન-3 મિશન પણ ખૂબ જ ઓછા બજેટમાં પાર પાડયુ હતું. ચંદ્રયાન-3 મીશન પાછળ 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ખર્ચ હોલીવુડ અને બોલિવુડની ફિલ્મનાં બજેટ કરતા પણ ઉલ્લેખનીય છે અગાઉ આંશીક નિષ્ફણ રહેલા ચંદ્રયાન-2 મિશન પાછળ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. મિશન પર ખર્ચની તુલના કરીએ તો દિલ્હી-હરીયાણાને જોડતા દ્વારકા એકસપ્રેસ-વેમાં 9 હજાર કરોડનો ખર્ચ થશે. તેની તુલનામાં ચંદ્રયાન-3 મિશન પર ઓછો ખર્ચ થયો છે. જેમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્સન મોડયુલ પર 250 કરોડ ખર્ચ થયો છે.
લોન્ચ સર્વીસ પર 365 કરોડનો ખર્ચ થયો છે. સ્વદેશીકરણ અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસીત ટેકનીકથી મિશન દરમ્યાન મોટી રકમ બચી છે. રશીયાએ લુના-25 મિશન પર 200 મીલીયન ડોલર-લગભગ 1659 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ મિશન નિષ્ફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હોલીવુડની ટોમ ક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસીબલ રેડ રેકોર્ડીંગ પાર્ટ-1 નું બજેટ 2386 કરોડ રૂપિયા હતું જે ચંદ્રયાન-3 ના બજેટ કરતાં ત્રણ ગણુ હતું.હોલીવુડ જવા દો બોલીવુડની નિષ્ફળ ફિલ્મ આદિપુરૂષનું બજેટ 700 કરોડ રૂપિયા હતું. અમેરીકાએ 1960 માં તેના પ્રથમ લુનર મિશન પર એ જમાનામાં 25.8 અબજ ડોલર (બે લાખ કરોડ રૂપિયા) ખર્ચ્યા હતા.