આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થશે. આ અગાઉ 2023 પહેલા 74 સામાન્ય બજેટ, 14 વચગાળાના બજેટ અને ચાર વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે.
આજે મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્ણ કદનું અંતિમ બજેટ રજૂ થઇ જવા રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે. ત્યારે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા પહેલા બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
- Advertisement -
તમને જણાવી દઇએ કે, નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. નોંધનીય છે જએ આરકે સન્મુખમ ચેટ્ટીએ ભારતના પહેલા નાણામંત્રી તરીકે સેવા આપી હતી.
- Advertisement -
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman, MoS Dr Bhagwat Kishanrao Karad, MoS Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget 2023-24. pic.twitter.com/S9GJiDG1aw
— ANI (@ANI) February 1, 2023
નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ બોલીને બનાવ્યો હતો રેકોર્ડ
જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું છે અને વર્ષ 2020માં નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે 2 કલાક 40 મિનિટ બોલીને રેકોર્ડ બનાવ્યો હતો.
આ સિવાય નિર્મલા સીતારમણે બજેટને બ્રીફકેસમાં લઈ જવાની લાંબા સમયથી ચાલી આવતી સંસ્થાનવાદી પરંપરાને તોડવાનું કામ કર્યું હતું. જણાવી દઈએ કે વર્ષ 2019 માં સિતારમણ મુખ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે હિસાબી પુસ્તકો લાવી હતી. તેને ખાસ પ્રકારના લાલ રંગના રેશમી કપડામાં લપેટવામાં આવતું હતું. આ સાથે જ તેની ઉપર રાષ્ટ્રીય ચિહ્ન બનાવવામાં આવ્યું હતું.
બજેટ પર સમગ્ર દેશની નજર
રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે મંગળવારે બજેટ સત્રની શરૂઆત થઈ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં વર્તમાન સરકારને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી સરકાર ગણાવી બજેટ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર સારૂ જવાની આશા વ્યક્ત કરી અને વિપક્ષને તકરારની જગ્યાએ તકરીરની સલાહ આપી હતી.બજેટ પર સમગ્ર દેશની નજર છે. ખાસ કરી દેશમાં મોંઘવારી માજા મુકી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો આ બજેટ તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. શાકભાજીથી લઈ તેલ અને ગેસના ભાવવધારાએ ગૃહિણીઓને પરેશાન કરી છે. ત્યારે બજેટમાં લોકોને આશા અપેક્ષાઓ વધારે છે.
જાણો શું છે ભારતના બજેટનો ઇતિહાસ?
દેશનું પહેલુ બજેટ 7 એપ્રિલ 1860માં બ્રિટિશ સરકારના વિત્ત મંત્રી જેમ્સ વિલ્સનના રજૂ કર્યુ હતું. આઝાદી પછી પહેલું બજેટ દેશના પહેલા વિત્તમંત્રી આરકે ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947માં રજૂ કર્યુ. આ બજટે 15 ઓગ્સ્ટ 1947થી 31 માર્ચ 1948 સુધીનું હતુ. ભારતીય ગણતંત્રની સ્થાપના પછી પહેલુ બજેટ 28 ફેબ્રુઆરી 1950માં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં યોજના આયોગની સ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું હતું.