ન્યુઝીલેન્ડનો સાત વિકેટથી પરાજય
154ના ટાર્ગેટને ભારતે 17.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો
ખાસ-ખબર સંવાદદાતા
રાહુલ (65) અને કેપ્ટન રોહિત શર્મા (55) વચ્ચેની 117 રનની ભાગીદારીની મદદથી ભારતે ન્યુઝીલેન્ડને બીજી ટી-20માં 16 બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. જીતવા માટેના 154ના ટાર્ગેટને ભારતે 17.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે ભારતે ત્રણ ટી-20ની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. કારકિર્દીની પ્રથમ મેચમાં બે વિકેટ ઝડપનારા હર્ષલ પટેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે રવિવારે રમાનારી શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20 ઔપચારિક બની રહેશે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY
ભારતીય ઓપનરોએ ટી-20માં સૌથી વધુ પાંચ વખત શતકીય ભાગીદારીના બાબર-રિઝવાનના રેકોર્ડની બરોબરી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. જે પછી વેંકટેશ ઐયર અને રિષભ પંતની જોડીએ ટીમને જીત અપાવી હતી. પ્રથમ ટી-20માં ચોગ્ગો ફટકારીને જીત અપાવનારા પંતે 18મી ઓવરમાં નીશમની બોલિંગમાં સળંગ બે છગ્ગા ફટકારીને ટીમને ધમાકેદાર જીત અપાવી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
- Advertisement -
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
અગાઉ ગ્લેન ફિલિપ્સે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 21 બોલમાં 34 રન તેમજ ઓપનર ગપ્ટિલ-મિશેલના 31-31 રનની મદદથી ન્યુઝીલેન્ડે ભારત સામેની બીજી ટી-20માં છ વિકેટે 153 રનનો સ્કોર કર્યો હતો.ન્યુઝીલેન્ડના બેટસમેનોએ આક્રમક શરૃઆત કરતાં એક તબક્કે તેઓ 180 કે 200નો સ્કોર ખડકશે તેવું લાગતુ હતું. જોકે ભારતીય બોલરોએ ક્રમશ: ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પર નિયંત્રણ મેળવ્યું હતુ અને આખરે તેમને છ વિકેટે 153ના સ્કોર સુધી જ પહોંચવા દીધા હતા.
આખરી પાંચ ઓવરમાં ભારતીય બોલરોએ પ્રભાવ પાડયો હતો અને ન્યુઝીલેન્ડ માત્ર 28 રન જ કરી શક્યુ હતુ. કારકિર્દીની સૌપ્રથમ વન ડે રમી રહેલા હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. મિચેલ તેની કારકિર્દીની સૌપ્રથમ વિકેટ બન્યો હતો. જે પછી તેણે ફિલિપ્સને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. જેનો કેચ સબસ્ટીટયૂટ ફિલ્ડર ગાયકવાડે ઝડપ્યો હતો.