દુધ પર સૌથી વધુ ખર્ચ : લીલાં શાકભાજીનો વપરાશ ગામડામાં અને શહેરમાં બંનેમાં ઘટ્યો
સરકારનાં તાજેતરનાં વપરાશ અને ખર્ચ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ભારતમાં વ્યક્તિ સરેરાશ અન્ય કોઈપણ ખાદ્યપદાર્થો કરતાં દૂધ પર વધુ ખર્ચ કરે છે. શહેરી ભારતમાં દર મહિને વ્યક્તિ દીઠ 500 રૂપિયા અને ગ્રામીણ ભારતમાં 350 રૂપિયા દુધ પાછળ ખર્ચ કરવામાં આવે છે.
- Advertisement -
શહેરોમાં શાકભાજી પાછળ માત્ર 290 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજી પર 250 રૂપિયાનો વ્યક્તિ દીઠ ખર્ચ થાય છે. ભારતનાં શહેરોમાં માંસ પાછળ લગભગ 250 રૂપિયા અને ગામડાઓમાં 200 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચ કરવામાં આવે છે. સર્વે કહે છે કે, ભારતીયો દૂધ પર ઘણાં બધાં પૈસા ખર્ચ કરે છે. પ્રમાણમાં શાકભાજી પર ઓછા ખર્ચ કરે છે, એટલે કે સંપૂર્ણ દૂધ પરનો ખર્ચ શાકભાજીનાં ખર્ચ કરતાં વધુ હતો એટલે કે ભારતીયો શાકભાજી વધુ ખાતાં નથી.
વર્ષ 2011-12 ના એક સર્વે સાથે નવાં સર્વેની તુલના કરીએ તો જોવા મળે છે કે વપરાશમાં લેવામાં આવતાં ખાદ્ય પદાર્થો કેવી રીતે બદલાયાં છે અને તે ભારતીયોના સ્વાદ પણ બદલાયાં છે. મસાલાઓ રોગચાળા દરમિયાન ખુબ ખવાતા હતાં. પાછલાં દાયકામાં ભારતીય થાળીમાં આદુ, લસણના ઉપયોગમાં ગ્રામીણ વિસ્તારોમાં ત્રીજા ભાગનો વધારો થયો છે, અને શહેરી વિસ્તારોમાં ત્રીજા અને પાંચમા ભાગની વચ્ચે રહ્યો છે. હાલમાં મસાલાનો સૌથી વધુ ઉપયોગ કરનાર રાજયોમાં મણિપુર લસણ અને આદું માટે ટોચ પર છે તો મહારાષ્ટ્ર કોથમીર માટે અને ત્રિપુરા જીરું માટે, મિઝોરમ હળદર માટે, અને કેરાલા કાળાં મરીના ઉપયોગ માટે દેશમાં ટોચ પર છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે ઇંડા અને ચિકનએ ભારતીય થાળીમાં મોટો હિસ્સો લઈ લીધો છે. આપણે જાણીએ છીએ કે ભારતીય વસ્તીનો મોટો હિસ્સો શાકાહારી નથી માત્ર 29 ટકા સ્ત્રીઓ અને 17 ટકા પુરુષો માંસ અને માછલી ખાતાં નથી. નવીનતમ વપરાશ સર્વેક્ષણ બતાવે છે કે ઇંડા અને ચિકનનો સરેરાશ વપરાશ પાછલાં દાયકામાં થોડોક વધ્યો છે. આ સર્વેક્ષણમાં, ઇંડા, માછલી અને માંસ પર ખર્ચ હરિયાણા, ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી નીચો હોવાનું જણાયું હતું. પરંતુ હવે, ગુજરાતને બાદ કરતાં, આ રાજ્યો ટોચનાં પાંચમાં આવે છે જ્યાં ઇંડા અને ચિકન વપરાશમાં સૌથી વધુ વધારો થયો હતો.
- Advertisement -
એક દાયકાથી ભારતની ખાદ્યપદાર્થોમાં દૂધનું વર્ચસ્વ વધુ મજબૂત બનતું થયું છે, ભારતીયો તેમનાં ખાદ્ય બજેટનો સૌથી મોટો હિસ્સો દૂધ પર ખર્ચે છે. અત્યારે, ભારતમાં દૂધનાં વર્ચસ્વને ટક્કર આપી શકે તેવાં માત્ર પ્રોસસ્ડ ફુડ છે. પ્રોસેસ્ડ ફુડ જેમ કે ચા,કોફી, બિસ્કીટ વગેરેની કિંમતો ઘણી વધારે હોય છે તેથી તે દુધ પરનાં ખર્ચને ટક્કર આપે છે. ભારતમાં માંસાહારી રાજયો ન હોય તે રાજયો દુધ પર વધુ ખર્ચ કરે છે અને દુધમાંથી જરૂરી પ્રોટીન મેળવે છે.
આ સર્વેક્ષણમાં સૌથી વધુ દુધ વપરાશ કરતાં શહેરોમાં ચંડીગઢ અને ગ્રામીણમાં હરિયાણા ટોચ પર છે, જ્યાં એક મહિનામાં વ્યક્તિ દીઠ સરેરાશ 14 લિટરથી વધુ દૂધનો વપરાશ થાય છે. લદાખ 12 લિટર, ત્યારબાદ પંજાબ અને ગ્રામીણ રાજસ્થાન 11 લિટર પર છે. જ્યારે શાકભાજીની વાત આવે છે, ત્યારે આપણો દેશ બે મુખ્ય શાકભાજી બટેટા અને ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ કરે છે. સર્વે દર્શાવે છે કે ભારતીય લોકો તેમની પોષક જરૂરિયાતો વિશે વધુને વધુ જાગૃત થઈ રહ્યાં છે. ભારતીયો શાકભાજી, ફળો અને દાળનો વપરાશ વધુ કરતાં થયાં છે.
સર્વે અનુસાર જાણવા મળ્યું કે, જાતિ અને ધર્મ લાંબા સમયથી નક્કી કરે છે કે લોકો શું ખાય છે. પરંતુ હવે પૈસાને ધ્યાનમાં લેતાં લોકોનો ખોરાક બદલાયો છે. લીલાં પાંદડાવાળાં શાકભાજીનો વપરાશ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ઘટ્યો છે.