-દુનિયામાં માત્ર ફિનલેન્ડના લોકો જ રાત્રે 8 કલાકની પૂરતી ઉંઘ લે છે
દિવસમાં સારી રીતે કામ કરવા માટે રાત્રે 8 કલાકની ઉંઘ જરૂરી છે. પરંતુ મોટાભાગનાં લોકો આટલી ઉંઘ લઈ શકતા નથી. શરીર અને મનના સ્વાસ્થ્ય માટે પણ પૂરતી ઉંઘ જરૂરી છે એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે વિશ્વમાં માત્ર ફિનલેન્ડનાં લોકો જ આઠ કલાકની પર્યાપ્ત ઉંઘ લઈ શકે છે.
- Advertisement -
જયારે જાપાનમાં લોકો સાતથી પણ ઓછા કલાક આરામ કરે છે. ભારતીય લોકો દુનિયાનાં સૌથી ઓછી ઉંઘ કરનારાઓમાં આવે છે. ભારતમાં સરેરાશ ઉંઘ સાત કલાક એક મીનીટની છે.અહી લોકો રાત્રે 12-15 વાગ્યે સુઈ જાય છે.
આ અધ્યયન દક્ષિણ કોરીયા અને બ્રિટન સંશોધકોએ કર્યુ છે. રિપોર્ટમાં 11 દેશોનાં 30,082 લોકોની ઉંઘની આદતો પર ધ્યાન રાખવામાં આવ્યુ હતું. કોરીયા એડવાન્સ્ડ ઈન્સ્ટીટયુટ અને યુકે સ્થિત નોકીયા બેલ લેબ્સનાં સંશોધકોનાં અનુસાર ફિનલેન્ડમાં લોકો રાત્રે 11.43 લાગ્યે સુઈ જાય છે.