ICC મહિલા ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ મેચ થવાની સંભાવના છે. હરમન બ્રિગેડ રોહિત શર્માની આગેવાનીવાળી પુરૂષ ટીમ પાસેથી પ્રેરણા લઇ શકે છે, જેણે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓના ડાંડીયા ડૂલ કરી દીધા.
ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી ગઇ
- Advertisement -
મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 30 મેચ રમી છે, જેમાંથી તેને માત્ર સાતમાં જીત મળી છે. ટીમ ઈન્ડિયા આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી ગઇ છે. પોર્ટ એલિજાબેથના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાયેલ મેચમાં ભારતે આયરલેન્ડને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ પાંચ રનથી હાર આપી. 156 રનના લક્ષ્યનો પીછો કરીને આયરીશ ટીમે જ્યારે બે વિકેટના નુકસાને 54 રન બનાવ્યાં હતા તો વરસાદ આવ્યો અને પછી આગળ રમત ના રમાઈ. ગ્રુપ-બીથી ભારતીય ટીમ સેમી ફાઈનલ માટે ક્વોલિફાઈ કરનારી બીજી ટીમ છે. ઈંગ્લેન્ડ પહેલા સતત ત્રણ મેચ જીતીને સેમી ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે.
23 ફેબ્રુઆરીએ આમને-સામને હશે ભારત-ઓસ્ટ્રેલિયા
જો કે, ઈંગ્લેન્ડને મંગળવારે કેપટાઉનમાં પાકિસ્તાન સામે રમવુ છે. આ મેચને જીતીને ઈંગ્લેન્ડ ટૉપ પર સમાપ્ત કરશે, પરંતુ ભારત તરફથી નેટ રનરેટના કારણે હારે તો પણ તેમના ગ્રુપમાં ટૉપ પર રહેવાની સંભાવના છે. આમ તો પાકિસ્તાનને જીત માટે ચમત્કારિક પ્રદર્શન કરવુ પડશે. ઓસ્ટ્રેલિયા પહેલા ગ્રુપ-એમાં ટૉપ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યુ છે, તેથી સેમીફાઈનલમાં ગ્રુપ-બીની રનર-અપ ટીમ ભારતની તેની સાથે મેચ રમવી લગભગ નક્કી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંભવિત સેમી ફાઈનલ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે.
- Advertisement -
ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવી ભારતીય ટીમ માટે સરળ નથી
ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવી ભારતીય ટીમ માટે સરળ રહેવાનુ નથી. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે 30 ટી20 મેચ રમી છે, જેમાંથી ભારતને માત્ર સાતમાં જીત મળી છે. તો ઓસ્ટ્રેલિયાએ 22 મેચમાં વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતને છેલ્લી વખત ડિસેમ્બર 2020માં જીત મળી હતી. જ્યારે ભારતે સુપર ઓપરમાં મેચ પોતાના નામે કરી હતી. આમ જોવામાં આવે તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી પાંચ ટી20 મેચમાંથી ચારમાં હારી છે.