-ખાલિસ્તાન વિવાદની અસર જોવા મળી
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના વિવાદ બાદ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી. કેનેડા માટેની સ્ટડી પરમિટની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
- Advertisement -
ભારત સાથે ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા છોડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેનેડાના એક ટોચના અધિકારીનું કહેવું છે કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. જાણીતું છે કે ભારતે પરમિટની પ્રક્રિયા કરનાર કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલ્યા હતા તો બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના રાજદ્વારી વિવાદને કારણે બહુ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી.
કેનેડાના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદને કારણે વર્ષ 2023માં કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્ટડી પરમિટની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે તેઓ માને છે કે ભારતીયો માટે સ્ટડી પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થવાની સંભાવના પણ નથી.
Exclusive: Canada minister says study permits to students from India drop due to dispute https://t.co/dDT3oFoMoI pic.twitter.com/FXPlarTomR
- Advertisement -
— Reuters Asia (@ReutersAsia) January 17, 2024
સ્ટડી પરમિટમાં કેટલો ઘટાડો થયો?
કેનેડાના એક મંત્રીએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ રાજદ્વારી તણાવને કારણે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ઘટાડો થયો છે. હવે કુલ પરમિટ 108,940 થી ઘટીને 14,910 થઈ ગઈ છે. આ વિવાદે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડા સરકારે કહ્યું હતું કે આ હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના વિશ્વસનીય પુરાવા છે. ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ જ્યારે આ હત્યામાં ભારતની સંડોવણીની વાત કરી ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા. ઓક્ટોબરમાં કેનેડાએ પણ ભારત સરકારના આદેશ પર 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા હતા. ત્યારથી, બંને દેશો વચ્ચેના સંબંધો ધીરે ધીરે વણસી રહ્યા છે.