સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જેમાં વિપક્ષ કેટલાય મુદ્દાને લઈને સરકાર પર ઘેરાવ કરવાનો પ્લાન બનાવી રાખ્યો છે, તેમાંથી એક મુદ્દો છે ડોલરની સામે રૂપિયો સતત દંડવત થઈ રહ્યો છે.
અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા તૂટવાનો ક્રમ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે. જો કે, સોમવારે રૂપિયો થોડો મજબૂત થયો હતો. પણ જેમ જેમ દિવસ વધતો ગયો તેમ ફરી પાછુ ધબડકો થતો રહ્યો. હાલમાં તે 80ની અત્યંત નજીક પહોંચી ગયો છે. ઈન્ડિયન કરંસીમાં આવેલા ધોબી પછડાટ પાછળ શું કારણ છે ? તેના વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું.
- Advertisement -
સોમવારે નવા નીચલા સ્તરે રૂપિયો
પહેલા વાત કરીએ તો, રૂપિયાની હાલની સ્થિતિ વિશે. સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 6 પૈસાના સુધારા સાથે 79.76 ના સ્તર પર ખુલ્યો. પણ તેમ છતાં પણ તે ફરીથી તૂટવા લાગ્યો અને બિઝનેસના અંતમાં નવા રેકોર્ડ નીચલા સ્તરે 79.97 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ અગાઉ ગત શુક્રવારે રૂપિયો 79.82 પર બંધ થયો હતો. પહેલા દેશની મોંઘવારી ઉચ્ચ સ્તર પર બનેલી છે, તેના પર રૂપિયામાં ભારે ધબડકાથી મોંઘવારી હજૂ પણ વધવાનો ખતરો બનેલો છે.
રશિયા અને યુક્રેન યુદ્ધની રૂપિયા પર અસર
- Advertisement -
સોમવારે શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રૂપિયો તૂટવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ સંબંધમાં પૂછવામા આવેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડિયન કરંસી તૂટવાના કારણો બતાવ્યા હતા. તેમણે કહ્યુ કે, રૂપિયામાં ધોબીપછડાટ માટે વૈશ્વિક કારણ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલની કિંમતોમાં ઉછાળો જવાબદાર છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી જવાબદાર
નિર્મલા સીતારમણે શેર બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવતી જોરદાર વેચવાલીને પણ રૂપિયાના ધબડકા માટે જવાબદાર ગણાવ્યો છે. વિદેશી રોકાણકારો નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 14 અબજ ડોલર ઉપાડ્યા છે.
ખાલી જૂલાઈમાં જ એફપીઆઈએ 7400 કરોડ રૂપિયાની નિકાસી ભારતીય બજારમાંથી કરી છે. નાણામંત્રીએ બીજા દેશોની કરંન્સીનો હવાલો આપતા કહ્યું કે, Pound, Yen અને Euro ભારતીય મુદ્રાની સરખામણ ક્યાંય નીચે નબળા પડેલા છે. એટલે કે, 2022માં રૂપિયો આ કરંન્સીની સરખામણીએ મજબૂત થયો છે.
ક્રિપ્ટોને લઈને કહી મોટી વાત
રૂપિયામાં ધોબી પછડાટની સાથે સાથે સંદના ચોમાસુ સત્રમાં ક્રિપ્ટો કરન્સીને લઈને પણ ચર્ચા થઈ હતી. નાણામંત્રીએ સંસદીય કાર્યવાહી દરમિયાન ક્રિપ્ટકરંન્સી પર આરબીઆઈના વલણ પર પ્રકાશ પાડ્યો હતો. સીતારમણે કહ્યું કે, આરબીઆઈનું માનવું છે કે, ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને પ્રતિબંધ લાગૂ કરવા માટે વૈશ્વિક સહયોગની જરૂર છે.