લાસ વેગાસ સ્થિત નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સમાં 64માં ગ્રેમી એવોર્ડ યોજાયા હતા.
આ 64માં ગ્રેમી એવોર્ડમાં સંગીત ક્ષેત્રમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન કરનાર હસ્તીઓને એવોર્ડથી નવાઝમાં આવી હતી. આ વર્ષે ભારતીય મૂળના ગાયક ફાલ્ગુની શાહ અને રિકી કેજે પણ ગ્રેમી એવોર્ડ પોતાના નામ કર્યો છે. ફાલ્ગુની શાહને આ સમ્માન ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ આ રહેમાન માટે આપવામાં આવ્યો છે. આ આલ્બમ બાળકો માટે છે. ગ્રેમી એવોર્ડમાં ગાયિકાએ બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમનો પુરસ્કાર પોતાના નામ કર્યો છે.
- Advertisement -
જ્યારે રિકી કેજને આ એવોર્ડ ડિઝાઈન ટાઈડસ માટે મળ્યો છે. રિકી કેજે આ એવોર્ડ રોક લેજેન્ડ સ્ટીવર્ડ કોપલેંડ સાથે શેર કર્યો છે. રિકી અને કોપલેન્ડે ડિવાઈન ટાઈડસ માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો એવોર્ડ પોતાના નામ કર્યો છે. જણાવી દઈએ કે રિકી કેજ માટે આ બીજો ગ્રેમી એવોર્ડ છે. આ પહેલા વર્ષ 2015માં તેમને તેના આલ્બમ વિંડ્સ ઓફ સંસાર માટે પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. રિકી કેજે દુનિયાભરના 20થી વધુ દેશોમાં 100થી વધુ પુરસ્કાર જીત્યા છે. ફાલ્ગુની શાહ અને રિકી કેજને ગ્રેમી એવોર્ડ જીત્યા બદલ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને બંને ભારતીય પ્રતિભાને બિરદાવી હતી.