ચીન – અમેરિકા પણ ભારત કરતા ઘણા પાછળ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
ભારતમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતીયોએ મોબાઇલ ડેટાના સંદર્ભમાં પણ બધાને પાછળ છોડી દીધા છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારતીયો વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે.
- Advertisement -
આશ્ચર્યજનક વાત એ છે કે, આવનારા સમયમાં આ આંકડા બમણા થઈ શકે છે. એક સ્માર્ટફોન દર મહિને લગભગ 32ૠઇ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. આ આંકડાઓ સાથે, ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતો દેશ બની ગયો છે. એરિક્સન મોબિલિટીના 2025ના રિપોર્ટ મુજબ, ભારતમાં દરેક સ્માર્ટફોન એક દિવસમાં 32GB મોબાઇલ ડેટા વાપરે છે. આ સંખ્યા 2030 સુધીમાં બમણી થઈને 62GB થઈ શકે છે. 24 જૂન, 2025 ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ભારતમાં લોકો ઝડપથી 5G અપનાવી રહ્યા છે. 2024 ના અંત સુધીમાં, 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 290 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. આ બધા મોબાઇલ વપરાશકર્તાઓના 24% છે. આનો અર્થ એ થયો કે 24 ટકા મોબાઇલ વપરાશકર્તાઓ 5ૠ વપરાશકર્તાઓ છે.
તે જ સમયે, રિપોર્ટમાં એવો પણ અંદાજ છે કે, 2030 સુધીમાં, ભારતમાં 5G વપરાશકર્તાઓની સંખ્યા ત્રણ ગણી વધીને 980 મિલિયન (લગભગ 98 કરોડ) થઈ જશે. આ આંકડો બધા મોબાઇલ વપરાશકર્તાઓના 75 ટકા હશે. આનો અર્થ એ થયો કે 2030 માં, કુલ મોબાઇલ વપરાશકર્તાઓના 75 ટકા 5G વપરાશકર્તાઓ હશે. મિડ-બેન્ડ કવરેજ અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (ઋઠઅ) પર ટેલિકોમ કંપનીઓના વધતા ધ્યાનને કારણે આ આંકડા વધી શકે છે. રિપોર્ટ અનુસાર, 4ૠ વપરાશકર્તાઓની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન 4G વપરાશકર્તાઓની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
જો આવું થાય, તો તેમની સંખ્યા 230 મિલિયનની આસપાસ રહેશે. વૈશ્વિક સ્તરે, ઋઠઅ નવા ફિક્સ્ડ બ્રોડબેન્ડ કનેક્શનમાં 35 ટકાથી વધુ હિસ્સો ધરાવશે તેવી અપેક્ષા છે, જે 2030 સુધીમાં વધીને 350 મિલિયન થઈ જશે. તમને જણાવી દઈએ કે, વિશ્વમાં 5G સબ્સ્ક્રિપ્શન્સ 2025 ના અંત સુધીમાં 2.9 અબજ અને 2030 સુધીમાં 6.3 અબજ સુધી પહોંચવાની ધારણા છે. મોબાઇલ ડેટા ટેરિફમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે 19 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે. 2030 સુધીમાં તે બમણું થવાની ધારણા છે.