– કોવિડ-19 દરમિયાન સોનુ સૂદની ઉદારતા ખુલ્લેઆમ બધાની સામે આવી હતી
બોલિવૂડ એક્ટર સોનુ સૂદની ઈમેજ લોકોમાં રિયલ હીરોની છે. આ તસવીરોમાં તમને તેનો પુરાવો સ્પષ્ટપણે જોવા મળશે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદને ભારતીય સેનાના જવાનોએ સ્પેશિયલ ટ્રિબ્યૂટ આપ્યુ છે. સોનુ સૂદે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરીને માહિતી આપી છે. ભારતીય સેનાના જવાનોએ સોનુ સૂદને અલગ રીતે ટ્રિબ્યૂટ આપ્યુ છે. જવાનોએ હિમાલયની ટોચ પર બરફની ઉપર પર ‘રિયલ હીરો સોનુ સૂદ’ લખ્યું હતું. આ શબ્દો વાંચીને સ્પષ્ટ થાય છે કે, સોનુ સૂદ માત્ર બોલિવૂડનો હીરો નથી બન્યો પરંતુ આખા દેશનો અસલી હીરો બની ગયો છે.
- Advertisement -
કોવિડ-19 દરમિયાન સોનુ સૂદની ઉદારતા ખુલ્લેઆમ બધાની સામે આવી હતી. તે સમયે સોનુ સૂદે કોરોના પીડિતોની ઘણી મદદ કરી હતી. સોનુએ જે રીતે લોકોને મદદ કરી તે ખરેખર પ્રશંસનીય છે. ભારતીય સેનાના જવાનોએ હિમાલયના મેદાનમાં સોનુ સૂદને અસલી હીરો ગણાવીને સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર નેતા બનીને દેશની સેવા કરી શકાતી નથી. જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશ અને દેશવાસીઓને અસલી હીરોની જેમ મદદ કરનારને જ લોકો રિયલ હીરો માને છે.
View this post on Instagram- Advertisement -
સોનુ સૂદે આભાર વ્યક્ત કર્યો
બોલિવૂડ એક્ટર સોનુ સૂદે આ ખાસ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી અને લખ્યું કે ‘હિમાલયમાં ક્યાંક દૂર આ તસવીરો જોઈને મારો આજનો દિવસ બની ગયો- વિનમ્ર. મારી પ્રેરણા. ઈન્ડિયન આર્મી.
સોનુ સૂદનો આ ફોટો સોશિયલ મીડિયા પર છવાયો
સોનુ સૂદની આ તસવીરો પર ફેન્સની કમેન્ટ્સ સતત આવી રહી છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે, એવું જરૂરી નથી કે, દેશની રક્ષા માત્ર નેતા બનીને જ કરી શકાય. જો હૃદયમાં સોનુ સૂદ જેવી ભાવના હોય તો કોઈપણને મદદ કરી શકાય છે. તો સોનુ સૂદના કેટલાક ફેન્સનું કહેવું છે કે, સોનુ ખરેખર ‘રિયલ હીરો’ છે.