ભારતીય વાયુસેનાએ આંદામાન અને નિકોબાર ટાપુના આકાશમાં નવી બેલેસ્ટિક મિસાઈલ ‘ક્રિસ્ટલ મેઝ-2 (Crystal Maze 2) નું સફળ પરીક્ષણ કર્યું છે, જેમાં મિસાઈલે ચોક્કસ નિશાના પર ટાર્ગેટ કરી હિટ કર્યું હતું. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર ઝડપી ગતિએ ટાર્ગેટ કરવાની ક્ષમતા ઉપરાંત 250 કિલોમીટર દૂર સુધી હુમલો કરવાની તાકાત ધરાવે છે. ઈઝરાયેલની આ મિસાઈલને રોક્સ પણ કહેવામાં આવે છે.
ભારતમાં બનાવાઈ ઈઝારયેલી મિસાઈલ
ભારતીય વાયુસેનાએ મિસાઈલના પરીક્ષણ માટે સૌથી ઘાતક ફાઈટર જેટ સુખોઈ સૂ-30MKI (Sukhoi SU-30MKI)નો ઉપયોગ કર્યો હતો. સેનાએ પરીક્ષણ માટે આંદામાન અને નિકોબારની પસંદગી એટલા માટે કરી કે, ત્યાં ત્રણે સેનાનો બેઝ આવેલો છે. ઈઝરાયેલની આ મિસાઈલ ભારતમાં જ બની રહી છે, જેને મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવાઈ રહી છે.
- Advertisement -
ક્રિસ્ટર મેઝ-2ની રેન્જ 250 કિ.મી.
ક્રિસ્ટર મેઝ-2 મિસાઈલ તેના જૂના વર્ઝન એટલે કે ક્રિસ્ટર મેઝ-1થી તદ્દન અલગ અને અત્યાધુનિક છે. તેની રેન્જ 250 કિલોમીટર છે. આ સ્ટેન્ડ ઑફ રેન્જ એર-ટૂ-સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મિસાઈલ સતત મૂવ કરી રહેલી વસ્તુઓને પણ ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત મિસાઈલ દૂરની વસ્તુને ટાર્ગેટ કરવા ઉપરાંત દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો પણ કરી શકે છે.
મિસાઈલની ખાસીયત…
- Advertisement -
ક્રિસ્ટલ મેઝ-2ની રેન્જ 250 કિલોમીટર
આકાશમાંથી જમીન પર ટાર્ગેટ કરવાની ક્ષમતા
લાંબા રેન્જની બેલેસ્ટિક મિસાઈલ
1360 કિલોગ્રામ મિસાઈલનું વજન લગભગ
15 ફૂટ મિસાઈલની લંબાઈ
21 ઈંચ મિસાઈલનો વ્યાસ
6.6 ફૂટ વિંગ સ્પેનની લંબાઈ
મિસાઈલ લોન્ચ કરવા સિંગલ સ્ટેર સૉલિડ રૉકેટ એન્જનનો ઉપયોગ
મિસાઈલમાં 340 કિલોગ્રામનું હથિયાર લાગાવવાની ક્ષમતા