ભારતે ઈંગ્લેન્ડ સામે 12.5 ઓવરમાં 133 રનનો લક્ષ્ય ચેઝ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
ભારતે પ્રથમ T20માં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતે બોલિંગ પસંદ કરી. ઈંગ્લિશ ટીમ 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ઝડપી બેટિંગ કરીને લક્ષ્યાંક માત્ર 12.5 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં 8 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. બોલિંગમાં વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 68 રન અને જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી હતી. ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે, બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાશે. તિલક વર્માએ 13મી ઓવરના પાંચમા બોલ પર માર્ક વુડ સામે ચોગ્ગો ફટકાર્યો. આ સાથે ટીમે 133 રનનો ટાર્ગેટ 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. તિલક 19 રન અને હાર્દિક પંડ્યા 3 રન બનાવ્યા બાદ નોટઆઉટ રહ્યો હતો. ભારતીય ઇનિંગ્સની 8મી ઓવરમાં અભિષેક શર્માને જીવનની લીઝ મળી હતી. અહીં આદિલ રાશિદના ત્રીજા બોલ પર અભિષેકે આગળની તરફ શોટ રમ્યો હતો, પરંતુ રાશિદે પોતાની જ બોલિંગ પર કેચ છોડ્યો હતો. આ સમયે અભિષેક 29 રન પર હતો. તેણે તેના પછીના 3 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારી હતી.
- Advertisement -
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ઇનિંગની 12મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે હાર્દિક પંડ્યાની ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો અને તેની T 20 કારકિર્દીની 26મી ફિફ્ટી ફટકારી. તેણે ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ બીજા છેડે વિકેટો પડવાને કારણે તેણે સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું.વરૂણ ચક્રવર્તીએ ઇનિંગની 8મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓવરના ત્રીજા બોલ પર હેરી બ્રુક અને પાંચમા બોલ પર લિયામ લિવિંગ્સ્ટનને બોલ્ડ કર્યો. બ્રુકે 17 રન બનાવ્યા હતા, જ્યારે લિવિંગસ્ટન ખાતું પણ ખોલી શક્યો નહોતો.ઈંગ્લેન્ડે ત્રીજી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમના કેપ્ટન જોસ બટલરે ચોથી ઓવરમાં હાર્દિક પંડ્યા સામે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 18 રન થયા હતા