ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1,72,003 કરોડ રૂપિયા છે. તેમાંથી 30,062 કરોડ રૂપિયા સીજીએસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે
કેન્દ્રની મોદી સરકાર માટે થોડા જ દિવસોમાં ફરી એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ફરી એક દેશની ઈકોનોમી દુનિયામાં સોથી ઝડપી વધતી જણાઈ રહી છે. જેને લઈ તમામ ગ્લોબલ એજન્સીઓએ સ્વીકાર્યું પણ છે અને સરાહના પણ કરી છે. જીએસટી ક્લેક્શનના માધ્યમથી સરકારની તીજોરી લગાતાર ભરાઈ રહી છે. ઓક્ટોમ્બર મહિનામાં જીએસટી આંકડો 1.70 લાખ કરોડ રૂપિયા પાર કરી ચુક્યો છે. ચાલો જાણીએ કે, ગત વર્ષની સરખામણી આ આંકડો કેટલો વધ્યો
- Advertisement -
1.72 લાખ કરોડનો કલેક્શન થયો
સૌથી પહેલા વાત કરવામાં આવે તો જીએસટી નવમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે, 1 નવેમ્બર 2023ના રોજ ઓક્ટોમ્બર મહિનાના જીએસટી આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે આંકડો જોરદાર રકમ દર્શાવી રહ્યો છે. જે મુજબ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1,72,003 કરોડ રૂપિયા છે. તેમાંથી 30,062 કરોડ રૂપિયા સીજીએસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 11 ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.
GST revenue collection for October 2023 is second highest ever, next only to April 2023, at ₹1.72 lakh crore; records increase of 13% Y-o-Y
Revenue from domestic transactions (including import of services) is also 13% higher Y-o-Y
- Advertisement -
Average gross monthly #GST collection in FY… pic.twitter.com/8SRs9RZXPa
— Ministry of Finance (@FinMinIndia) November 1, 2023
ઓક્ટોબરમાં કેમ વધ્યું જીએસટી કલેક્શન
ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે.
જીડીપી વધીને એટલે પહોંચી શકે
ભારત 3.7ટ્રિલિયન ડોલરની જીડીપીની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અમે s&p global મુજબ વર્ષ 2023 સુધી આનો આકાર 7300 અરબ ડોલર પહોંચી શકે છે. આ આંકડો જાપાનની જીડીપી પછાડી દેશે. s&p global મુજબ ભારતમાં સકલ ઘરેલૂ ઉત્પાદન 6.2 ટકાથી 6.3 ટકા સુધી વધવાની આશા જતાવી છે. ગ્લોબલ એજન્સીએ જણાવ્યું કે, આવનારા સાત વર્ષમાં ભારત કમાલ કરી દેશે. વર્ષ 2030માં દુનિયાની સૌથી મોટી ત્રીજી ઈકોનોમી બની જશે, તેમજ બીજી તરફ અન્ય રિપોર્ટના અનુમાન મુજબ 2047 સુધી ભારત વિકસિત દેશ બની જશે.