આગામી G20 શિખર સંમેલનની યજમાની વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના મોટા નેતાઓને આપવામાં આવતી કિમતી ભેટના માધ્યમથી વિશ્વ સ્તર પર હિમાચલ પ્રદેશની કળા અને સંસ્કૃતિના પ્રસારને પ્રોત્સાહન આપશે.
ભારત આ વર્ષે G20 સમિટની યજમાની કરશે. 1 ડિસેમ્બરે ભારતની અધ્યક્ષતા મળે. G20 એટલે દુનિયામાં મુખ્ય ભુમિકા નિભાવતા 20 દેશોના સમુહનું તે સંગઠન છે જેમાં દુનિયાની પ્રમુખ વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ એક અંતર સરકારી મંચ તૈયાર થયો છે. તેના સદસ્ય દેશોમાં ભારત, જાપાન, અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, અર્જન્ટીના, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઈંડોનેશિયા, ઈટલી, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા સાઉદી અરબ, તુર્કી અને યુરોપીય સંઘ શામેલ છે. ભારતમાં થવા જઈ રહેલા આ મહાઆયોજનમાં પધારતા દરેક નેતાઓને PM મોદી ભેટ આપશે આવો જાણીએ તે કઈ ભેટ હશે…
- Advertisement -
સૌથી મોટા મંચનું આયોજન કરશે ભારત
આગામી G20 શિખર સંમેલનની યજમાની વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના મોટા નેતાઓને આપવામાં આવતી કિમતી ભેટના માધ્યમથી વિશ્વ સ્તર પર હિમાચલ પ્રદેશની કળા અને સંસ્કૃતિના પ્રસારને પ્રોત્સાહન આપશે.
Indian PM Modi to give world leaders gifts from Himachal Pradesh at the upcoming G20 summit. He is expected to give Kinnauri Shawl, Chamba rumals, Himachali Mukhate, Kullu Shawl, Kanal Brass Set to various world leaders.
First pictures: pic.twitter.com/oQZsPiblQB
— Sidhant Sibal (@sidhant) November 9, 2022
- Advertisement -
G-20માં જોવા મળશે હિમાચલની કળા-સંસ્કૃતિની ઝલક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખત G-20 દેશોથી આવનાર વિવિધ વૈશ્વિક નેતાઓ માટે આ સમિટ વખતે ચંબા રૂમાલ, કાંગડાના લઘુ ચિત્ર, ખૂબ જ ખાસ કિન્નૌરી શાલ, હિમાચલી માસ્ક, કુલ્લૂ શાલ અને બ્રાસ સેટ જેવી વસ્તુઓને ભેટમાં આપશે. હિમાચલ પ્રદેશની સાલ તો આમ પણ પોતાના ગુણ અને સુંદરતાથી આખી દુનિયામાં ફેમસ છે. આટલું જ નહીં સાલ દુનિયાના ઘણા મોટા નેતાઓના ખભા પર જોવા મળશે. ભારતના આ અનમોલ અને કિમતી ભેટ દ્વારા દેશની કલા અને સંસ્કૃતિનો સાત સમુંદર પાર પ્રભાવી પ્રચાર થવા જઈ રહ્યો છે.
વૈશ્વિક નેતાઓને આપવામાં આવશે ભેટ
હિમાચલની કળા અને સંસ્કૃતિ હવે આ ભેટ દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, જાપાન, બ્રાઝીલ, સંયુક્ત અરબ અમીરાત, નીધરલેન્ડ, સ્પેન જેવા દેશો સુધી ભેટના રૂપમાં પહોંચશે.
Also famous Kangra miniature paintings. HP gifts to be given to leaders from USA, Japan, Netherlands, Brazil, UAE, Spain.
Pictures: pic.twitter.com/6UGAHFzfuT
— Sidhant Sibal (@sidhant) November 9, 2022
દુનિયા જોશે ભારતની શક્તિ
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. એવામાં આ વખતના આ વૈશ્વિક સમાગમની સફળતા માટે વ્યાપક સ્તર પર આયોજન થઈ રહ્યું છે. આ સમિટની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.