ભારત અને અમેરિકા વચ્ચે 300 કરોડ રૂપિયાના ડ્રોન ડીલને અમેરિકી વિદેશ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ભારત $3.99 બિલિયનના અંદાજિત ખર્ચે અમેરિકા પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને MQ-9B પ્રિડેટર ડ્રોનના વેચવા માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસ આ ડીલને પહેલા જ પોતાની સંમતિ આપી ચૂકી છે. ભારત $3.99 બિલિયનના અંદાજિત ખર્ચે 31 ડ્રોન ખરીદી રહ્યું છે. આ પેકેજમાં ઘણા પ્રકારના સેન્સર અને મિસાઈલ પણ સામેલ છે.
- Advertisement -
Biden administration approves 4 billion dollars arms package sale to India
Read @ANI Story | https://t.co/dht3vR2Nxh#USStateDepartment #MQ9B #drones #India #RemotelyPilotedAircraft pic.twitter.com/P8UKLLpAEu
— ANI Digital (@ani_digital) February 1, 2024
- Advertisement -
અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને કારણે અમેરિકાએ ભારત સાથેની આ ડ્રોન ડીલ અટકાવી દીધી છે. પરંતુ એવું થયું નથી. યુએસ કોંગ્રેસે ભારતને 31 પ્રિડેટર ડ્રોન વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એમને અંગે ડ્રોનના નિર્માતા જનરલ એટોમિક્સ (GE)ને જાણ કરી છે.
એક રિપોર્ટ અનુસાર આ વિષય પર સત્તાવાર સૂચના ગુરુવારે બહાર પાડવામાં આવશે પણ આ મંજૂરી વિશે ડ્રોન ઉત્પાદકે નેશનલ સિક્યુરિટી એસ્ટાબ્લિશમેન્ટ સહિત ભારત સરકારને આ વિશે જાણ કરી છે.
Sad Saga of India Defense System ‼️
Total Est Project Cost of 3 Strategic Project AMCA,Tejas MK-2 & TEDBF of IAF is almost equal to 31 MQ-9B deal for $4 bn. But IAF & Gov don't have funds for own system 🇮🇳
Tejas MK2 – Rs 9,000 Cr
AMCA – Rs 15,000 Cr
TEDBF – Rs 14,000 Cr pic.twitter.com/KdK6ePj1V1
— Vivek Singh (@VivekSi85847001) February 1, 2024
નેવીને 15 તો ભારતીય સેના અને વાયુસેનાને 8-8 ડ્રોન મળશે
રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા વેચાણની મંજૂરી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે 31 ડ્રોનમાંથી 15 ભારતીય નૌકાદળને જ્યારે 8-8 ભારતીય આર્મી અને એરફોર્સને આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે છેલ્લા દાયકામાં યુએસ-ભારત સંરક્ષણ ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જણાવી દઈએ કે ડ્રોન ડીલની જાહેરાત ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવી હતી.
યુએસ સરકારે કોંગ્રેસને જાણ કરવામાં વિલંબ કર્યો
મિલરે જણાવ્યું હતું કે યુએસ શસ્ત્રો ટ્રાન્સફર પ્રક્રિયામાં કોંગ્રેસ મુખ્ય ભૂમિકા ભજવે છે અને યુએસ સરકાર તેમના પ્રશ્નોના નિવારણ માટે તેની ઔપચારિક સૂચના પહેલાં વિદેશી બાબતોની સમિતિઓ પર કોંગ્રેસના સભ્યો સાથે નિયમિતપણે પરામર્શ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાયડનની સરકાર તરફથી લાંબા સમય સીધી યુએસ કોંગ્રેસને આ બાબત વિશે કોઈ અપડેટ આપવામાં આવી નહતી. ભારત અને અમેરિકાએ ડીલ પહેલા તમામ જરૂરી પાસાઓની તપાસ કરી છે.